ગિરનાર રોપ-વે યોજના ગત શનિવારે શરૂ થઈ છે અને પ્રવાસી જનતા તેનો લાભ લઈ રહી છે. દરમ્યાન ગઈકાલે ગિરનાર રોપ-વેના પોલ પાસે સિંહ પરિવાર આવી ચઢેલ અને મારણ કર્યુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને ઉડન ખટોલાના પ્રવાસીઓએ આ સિંહ દર્શન નિહાળ્યું હતું.
ગિરનાર રોપ વે સાકાર થતાં અનેક લોકો તેમાં સફર કરીને અંબાજી જઈ રહયા છે. ત્યારે નીચે રોપ-વે ના પોલ નંબર (ર) પાસે જ બે સિંહોએ એક ભેંસનું મારણ કરીને મિજબાની ઉડાવી હતી તે નજારો પ્રવાસીઓએ ટ્રોલીમાંથી નિહાળ્યો હતો. ગિરનાર પર્વતમાળા અંદાજે ર૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ છે. જેમાંથી ૧૭૯ ચોરસ કિલોમીટર વિસ્તારને ૧૯૮૦માં રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાંથી ૯.૯૧ હેકટર જમીન ગુજરાત પ્રવાસન નિગમને હવાલે કરીને રોપ-વે સાકાર કરવામાં આવ્યો છે. આ જમીન ઉપર અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ છે, તેમાંય ખાસ કરીને સ્ટેશન પાસેના બીજા પોલ નજીક જ બે સિંહોએ એક ભેંસનું મારણ કર્યુ હતું અને મિજબાની ઉડાવી હતી તે નજારો રોપ-વેમાં બેઠેલા અનેક યાત્રિકોએ નિહાળ્યો હતો. આ તસ્વીર સામે આવતા સિંહ કેટલા સુરક્ષિત રહેશે તે પણ એક સવાલ છે. સિંહોની રોજીંદી દિનચર્યામાં રોપ વે થી ખલેલ પડે તેવું લાગી રહયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews