જૂનાગઢનાં જુના કુંભારવાડા વિસ્તારમાં બંધ મકાનમાંથી ચોરી

જૂનાગઢમાં માત્રી રોડ, જુના કુંભારવાડા, વડલાવાળી શેરી ખાતે રહેતા અકબરશા ઈકબાલશા બાનવા (ઉ.વ. પ૦) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના બંધ મકાનમાં ઉપરના રૂમનું તાળું તોડી રૂમમાં પ્રવેશ કરી, રૂમમાં રાખેલ તિજાેરી તોડી અને તિજાેરીમાંથી રૂા. ૧૮ હજાર રોકડ, સોનાના એરીંગની જાેડી-૧ કિંમત રૂા. ૧ર હજાર, ચાંદીના સાંકળા જાેડી-૧ કિંમત રૂા. ૧પ૦૦ મળી કુલ રૂા. ૩૧,પ૦૦ની ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.યુ. સોલંકી ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાંથી હદપારી શખ્સ ઝડપાયો
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ. દેવશીભાઈ રાણાભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કાળુભાઈ સીદીભાઈ મકરાણી (રહે. નીચલા દાતારવાળા)ને હદપારી ભંગ બદલ ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!