વિસાવદરમાં ઉછીના પૈસા બાબતે બોલાચાલી, જાનથી મારી નાખવાની ધમકી આપી

વિસાવદરમાં ઉછીના પૈસા બાબતે બોલાચાલી થતાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા સમસુલદુક કાળુભાઈ અબડા (ઉ.વ.૩૦, રહે. વિસાવદર)એ ધવલ કિરીટસિંહ, કિરીટસિંહ, ભોલો રાજગોર, રૂત્વિક રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીના મિત્ર ધવલ પાસેથી ફરિયાદીએ ત્રણેક દિવસ પહેલાં રૂા. ૩૦૦૦ હાથ ઉછીના લીધા હતા જેની ઉઘરાણી કરી રૂપિયા બાબતે બોલાચાલી કરી, ફરિયાદીના મિત્ર ધવલ કિરીટસિંહ રાજપુત તથા તેના પિતા કિરીટસિંહ રાજપુત, ભોલો રાજગોર, રૂત્વિક રાજપુતે ફરિયાદીને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતાં વિસાવદરના એએસઆઈ આર.બી. દેવમુરારીએ વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!