છેલ્લા આઠ મહિનાથી સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ ચાલી રહયું છે. લોકોના ધંધા-રોજગાર પડી ભાંગતા આર્થિક સ્થિતી ડામાડોળ બની છે. તેવા સમયે જીવન જરૂરીયાતની ચીજાેની કીંમતો આસમાને પહોંચતા ૮૦ ટકા પરિવારોના બજેટ વિખાઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ છેલ્લા દશ દિવસથી ખાદ્ય તેલોના ભાવમાં દરરોજ તોતીંગ વધારો થતા લોકોને હવે પેટે પાટા બાંધી પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનો સમય આવ્યો છે. બીજી તરફ રૂપાણી સરકારના રાજમાં તેલીયા રાજાઓ માઝા મુકી બેફામ બન્યા છે. રાજય સરકાર ફકત મુકપ્રેક્ષક બની આ તમાસો જાેઈ રહયા છે.
કોરોનાની ગંભીર મહામારીમાં નફાખોરીનું ધોરણ ઓછું રાખી માનવતા દાખવવાને બદલે ખાદ તેલનું ઉત્પાદન કરતા તેલીયા રાજાઓ બીન અંકુશ બની સિન્ડીકેટ બનાવી તેલના ડબ્બાની કિંમતોમાં બેફામ વધારો કરી રહયા છે. છેલ્લા ૧પ દિવસમાં જ સીંગતેલના ટીનની કિંમત રૂા.૧૬પ જેટલો અધધધ વધારો નોંધાયો છે.
તેલના ડબ્બાની કિંમત આજે રૂા.ર૩પ૦ ને આંબી છે. પરંતુ પ્રજાના દુઃખ દર્દ ઉપર મલમ લગાડવાને બદલે રાજય સરકાર રાજકીય તાયફા કરવામાં વ્યસ્ત છે તો છાશવારે આંદોલન કરતી કોંગ્રેસ, અન્ય રાજકીય પક્ષો તેમજ અન્ય સંસ્થાઓએ પણ આ પ્રશ્ને ભેદી મૌન સેવ્યું છે. મગફળીનો આ વર્ષે બમ્પર પાક થયો હોવા છતાં ઓઈલ મીલરો ઓછો પાક હોવાનું બહાનું બતાવી ભોળી પ્રજાને લુંટી રહયા છે. દિવાળીના તહેવારોના સમયે જ પ્રજાનું નાક દબાવી તેલીયા રાજાઓએ રોન કાઢતા સામાન્ય માનવી આ તમાસા સામે લાચાર બન્યો છે. પેટ્રોલ, શાકભાજી અને હવે ખાદ્ય તેલોની કિંમતો ઉંચકાતા મોટાભાગના પરિવારોનું નાણાંકીય બજેટ ખોરવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews