શિયાળાએ ગુજરાતમાં દસ્તક દીધી છે અને સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જો કે, બપોરે પારો ૩૬ ડિગ્રીની આસપાસ રહેતા ગરમી પણ અનુભવાઈ રહી છે. ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ, વાયરલ ફિવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી સુધી ગગડી જતાં પરોઢિયે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. જયારે ૧૫.૫ ડિગ્રી તાપમાન સાથે વલસાડ રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. હાલમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે આરોગ્ય વિભાગ માટે ચિંતાનું કારણ બન્યું છે. શિયાળો આવતાં તેમની ચિંતા વધે તેવું લાગી રહ્યું છે કારણકે હાલ સવારે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરે ગરમી લાગે છે. ડબલ ઋતુના ચક્કરમાં લોકો અયવાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી, તાવ અને ઉધરસની તકલીફવાળા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે લોકોએ કુલર અને એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે જ સવાર-સાંજ ગરમ પાણીના કોગળા કરવા જોઈએ. જો સામાન્ય શરદી, ઉધરસ કે તાવ હોય તો હળવાશમાં ના લેવો જોઈએ. શરદી-ઉધરસ સામાન્ય છે તેવો જાતે ર્નિણય લીધા કરતાં ડોકટરનો સંપર્ક કરવો સલાહનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજયના વિવિધ શહેરના લદ્યુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ રાજયના વિવિધ શહેરોના તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ઠંડકનો અહેસાસ થયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews