ફરીદાબાદમાં નિકિતા તોમરની હત્યાની ઘટનાને વખોડતું દ્વારકા ભાજપ

ફરીદાબાદના વલ્લભગઢ એરીયામાં સોમવારે બપોરે ૪ વાગ્યે અગ્રવાલ કોલેજમાંથી બી.કોમ. ફાયનલ વર્ષનું પેપર આપીને નિકિતા તોમરની નામની યુવતિ ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ નિકિતાનું અપહરણ કરવાની કોશીષ કરેલ પરંતુ અપહરણ કરવામાં આ શખ્સો નાકામીયાબ થતા આ શખ્સે નિકિતાની ગોળી મારીને હત્યા કરી નાખેલ. આ સમગ્ર ઘટના પાછળ લવ જેહાદ હોવાનું અને હત્યાનો ભોગ બનેલ યુવતીને છેલ્લા બે વર્ષથી અજાણ્યો શખ્સ હેરાન-પરેશાન કરતો હોવાનું અને એક તરફી પ્રેમ હોવાનું બહાર આવેલ છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર દેશ વખોડી કાઢવામાં આવેલ છે અને નિકિતાના હત્યારાને પકડી પાડીને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. નિકિતા તોમર નામની યુવતિની હત્યાની ઘટનાનો શખ્સ શબ્દોમાં વખોડવા સાથે તેમના આત્માને શાંતિ મળે તે અર્થે દ્વારકા શહેરમાં ભગવાન દ્વારકાધીશના મંદિર સન્મુખ દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન સામણી, ઉપપ્રમુખ પ્રકાશ વાઘેલા, ચીફઓફીસર ડુડીયા, નગરપાલિકાના સદસ્ય અને દ્વારકા શહેર ભાજપ મહામંત્રી ઘવલ ચંદારાણા, પાલિકાના ભાજપના સભ્યો વગેરે ઉપસ્થિત રહીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરેલ અને દ્વારકાધીશ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરેલ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!