સ્વ. કેશુબાપાના નિધનથી વડીલની છત્રછાયા ગુમાવ્યાની લાગણી

પૂર્વ મુખ્યમંત્રી એવા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના અવસાનના સમાચારના પગલે યાત્રાધામ સોમનાથમાં શોકમય લાગણી પ્રસરી હતી. યાત્રાધામના વેપારીઓ, પાથરણાવાળા સૌ કોઇએ ગઈકાલે દિવસભર વેપાર ધંધા બંધ રાખી સ્વ.કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપી હતી. જયારે આજે તા.૩૦ ને સવારે ૧૦ થી સાંજે ૪ સુધી સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોકસભાનું આયોજન કરાયુ છે. સ્વ. કેશુભાઇ પટેલ ૨૧ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા હોવાથી સ્થાનીક લોકો સાથે એક પરીવાર જેવો નાતો બંધાયેલ હોવાથી તેમના નિધનના પગલે સૌ કોઇ શોકની લાગણી વ્યકત કરી રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!