કોરોનામાં ભીડ કરીને રોપ-વેનો આનંદ ન લેતા જૂનાગઢમાં વિરોધીઓ વધુ હોવાથી કોઈપણ સારી યોજના સફળ થતી નથી

0

જૂનાગઢવાસીઓએ માટે આધાર કાર્ડ ધરાવતા રહીશો માટે રોપ-વેમાં કન્સેશન આપવાનો ર્નિણય આવકાર્ય અને રાહત રૂપ તો છે જ પણ સાથે જ બહુ મોટું જોખમ પણ છે જ જેથી એટલી બધી ભીડ પણ ન કરશો કે જેથી રૂા.૨૦૦ જેવા નજીવા વળતરમાં કોરોના ઘર કે કુટુંબમાં લઈને આવો અને આ વળતર ખૂબ મોંઘુ પડે, પૈસા કમાઈ લેવાશે, તંદુરસ્તી અમૂલ્ય છે, ઘણાને નવરાત્રિ દરમ્યાન અને વાઘેશ્વરી, ભવનાથ જેવી જગ્યાએ થી બીજી વખત પણ ઉથલો માર્યાના કેસો થયા છે જેથી સાવચેતી રાખો.
માત્ર એકમહિનો માવા મસાલા બંધ કરો તો મહિનામા ત્રણ વાર રોપ-વેની મોજ માણી શકશો
રોપ-વેના ભાવનો વિરોધ જૂનાગઢના આગેવાનો દ્વારા ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢના જ અમુક સંસ્કારી વર્ગના લોકોનું કહેવું છે કે, પ્રથમ ગ્રાસેજ મક્ષિકા જેવું ચાલી રહ્યું છે. જૂનાગઢમાં કોઈપણ સારૂ ઉપયોગી આયોજન શરૂ થાય એટલે ખુશી મનાવાને બદલે ભાડાનો વિરોધ શરૂ થઈ ગયો છે. પરીણામે જૂનાગઢમાં વિરોધીઓ વધું હોવાથી કોઈપણ સારી યોજના અમલી બનતી નથી. આજ દારૂ, માવા, બીડી, સીગરેટના વ્યશનીઓ મહિને કેટલા પૈસા બરબાદ કરે છે. હોટલમાં જમવા જાવ તો રૂા.૫૦૦ની શાકની ડીસ આવે છે. જો વ્યશનમાં બરબાદ થતા પૈસાની કોઈ ગણતરી નથી અને સારી યોજનાની ગણતરી અને ન પોસાય તો પગથીયા તો છે જ. રોપવે યોજના આખરી તબકકામાં બનતી હતી ત્યારે ભાડાનાં દર જાહેર કરાવવામાં શાસક નેતાઓ નિષ્ફળ ગયા. વિપક્ષો પણ આ યોજના પ્રશ્ને ટીકીટનાં દર શું હશે તે જાણવા કયારેય પ્રયત્નો ન કર્યા. એન.જી.ઓ. બધા ચુંપ… હવે રોપવે યોજનાના ભાવનો હોબાળો આ યોજના ઉપર કલંક સમાન ગણાઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!