ગુજરાતનાં કૃષિક્ષેત્રમાં એક બાજુ મગફળીની મૌસમ પૂર્ણ થઇ છે. ત્યારે શિયાળુ વાવેતરમાં ઘઉ, ચણા, ધાણા વગેરેનું વાવેતર ચાલું છે અને કપાસનો પાક હજુ ખેતરમાં ઉભો છે. ત્યારે વડિયા અને ભેસાણ તાલુકા વચ્ચે આવેલા બંને તાલુકાના બોર્ડરના ગામડા હનુમાન ખીજડીયા અને ખજૂરી હડમતીયા ગામના સીમાડે એક ખેતરમાં ગત રાત્રીના એક મારણ કરીએ મારણની મિજબાની માણતા સિંહ જોવા મળી રહ્યા છે. તે સમયે હાજર લોકોના મતે સાત જેટલાં સિંહનું ટોળુ આવે વિસ્તારમાં ફરે છે. આવેલ ટોળાએ અહીં મારણ કર્યું છે. આવેલા સિંહનાં ટોળાના ભયના કારણે ખેડૂતોને ખેતીમાં ભયના માહોલ નીચે કામ કરવું પડી રહ્યુ છે. અહીં રાત્રી રોકાણ મતે વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો પણ વાડીઓમાં ભયના ઓથાર નીચે વસવાટ કરી કામ કરતા જોવા મળી રહ્યા છે. સિંહના ટોળાથી મૌસમના સમયે એક બાજુ ભયનો માહોલ જોવા મળે છે તો બીજી બાજુ સિંહના વસવાટનો આવે વિસ્તારમાં નવો બનતો હોય તેવું લાગી રહ્યુ છે. અગાવ થોડા સમય પહેલા વડિયા વિસ્તારમાં સિંહ જોવા મળ્યાના સમાચાર સાંભળવા મળ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews