ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. સદ્ગતના માનમાં વિસાવદ, ભેંસાણ બંધ રહ્યા અને શોકસભા યોજાઈ છે ત્યારે સોમનાથમાં પણ બજાર બંધ રહી હતી અને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. કેશુભાઈ વિસાવદરથી ગાંધીનગર પહોંચ્યા હતા અને જૂનાગઢ જિલ્લા સાથે પણ તેના વિશેષ સંભારણા રહેલાં છે. કેશુભાઈ સત્તામાં નહોતા તે સમયે જૂનાગઢ, અમરેલી ભાવનગર, પોરબંદરમાં ગુંડાગીરીએ માજા મુકી હતી ત્યારે તેની સામે લડત લડવા કેશુભાઈ પટેલે ગુંડાગીરી નાબુદી સમિતિ બનાવી હતી. દરમ્યાન ખેડુત વર્ગ તેમજ ભારતીય જનતા પાર્ટીમાં પણ અપાર લોકચાહના મેળવનારા કેશુભાઈ પટેલ સર્વમાન્ય નેતા હતા અને તેમના અવસાનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક હેઠળ આવતા વિસાવદર, ભેંસાણમાં આજે બજારો બંધ રહી હતી અને શોકમય બંધ પાળવામાં આવ્યો છે જયારે સોમનાથ મંદિરના ચેરમેનપદે રહી અને કેશુભાઈ પટેલે ખુબ જ સારી કામગીરી દાખવી છે ત્યારે સોમનાથમાં પણ આજે બજારો બંધ રહી હતી. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં સ્વ. કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews