જૂનાગઢ શહેરના વીજાપુર આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેન બારૈયા છેલ્લા ૧૨ વર્ષથી ઉમદા કામગીરી કરી રહયા છે. તેમની ઉમદા કામગીરીની નોંધ લઈ સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજાપુર આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેન બારૈયાને સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ એનાયત કરકવામાં આવ્યો છે. છેલ્લા ૧૨ વર્ષથી આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેને જણાવ્યું હતું કે, આ એવોર્ડ બદલ હું રાજ્ય સરકાર, આઇ.સી.ડી.એસ. વિભાગ અમારા અધિકારીઓની આભારી છું. વધુમાં કહે છે, કામની કદર થાય, સન્માન મળે તો કોને ન ગમે ? ચંપાબેન કહે છે, અમે નાના ભુલકાને ભગવાનનું સ્વરૂપ માની કામ કરીએ છીએ બાળકની સેવાનો મોકો મળ્યો એટલે એવું લાગે કે, ભગવાનની સેવા થઇ રહી છે તેમણે ઉમેર્યું હતું કે, મજૂરી કરનાર બાળકના માતા-પિતા જ્યારે કહે કે મારૂ બાળક હવે જમતા શીખી ગયું છે. બોલતા શીખી રહ્યું છુ આવો અભિપ્રાય આપે ત્યારે કઇક સારૂ કર્યાનો સંતોષ મળે છે. આંગણવાડી કેન્દ્રમાં ૦ થી ૬ વર્ષના બાળકના સર્વાંગી વિકાસ સાધવામાં આંગણવાડી બહેનોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. હેલ્પર બહેનોએ આંગણવાડીની સફાયથી લઇને બાળકો માટે મેનું મુજબ નાસ્તો બનાવવા, બાળકોને તેના ઘરેથી લેવા મુકવા જવા, બાળકના હેન્ડ વોશ તેની સારસંભાળ જેવી કામગીરી કરવાની હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews