જૂનાગઢમાં ટ્રાફીક સમસ્યાના હલ માટે એકશન પ્લાન ઘડાયો

0

જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા તેમજ શહેરમાં વ્યાપક બનેલી ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટેના શ્રેણીબધ્ધ પગલાઓ જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લેવામાં આવી રહયા છે અને ખાસ કરીને તહેવારોના દિવસોમાં જૂનાગઢવાસીઓને ટ્રાફીક સમસ્યામાંથી છુટકારો મળે તે માટેનો એકશન પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે અને આ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ટ્રાફીક સમસ્યાના હલ માટેના ત્વરીત પગલાઓ લેવામાં આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષો થયા સતતને સતત ટ્રાફીક સમસ્યા વધી રહી છે અને આ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક પગલા ભરાતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે અને શહેરમાં જયાં પણ જુઓ ત્યાં ઠેકઠેકાણે વકરતી જતી ટ્રાફીક સમસ્યાને લઈને આમજનતા ત્રસ્ત બની છે. દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંન્દરસિંહ પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવાના પગલા લેવાઈ રહ્યા છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરના મુખ્ય બજારો જેવા કે, આઝાદચોક, પંચહાટડીચોક, માંગનાથ વિસ્તાર, દાણાપીઠ, ચિત્તાખાનાચોક, એમ.જી.રોડ સહીતના વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા સતત રહેતી હોય તેમજ આઝાદચોક, પંચહાટડીચોક અને માંગનાથ વિસ્તારના વેપારીઓએ પણ ટ્રાફીક સમસ્યા બાબતે રજૂઆતો કરી હોય તેને ધ્યાને લઈ જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ જૂનાગઢ ટ્રાફીક શાખાના પીએસઆઈ એ.બી. દેસાઈએ તાત્કાલીક અસરથી બુધવારે રાત્રીના શહેરનાં ભરચક્ક એવા મુખ્ય વિસ્તારોમાં બુલેટ ઉપર જાતે મુલાકાત લીધી હતી અને કયાં ટ્રાફીક સમસ્યા છે અને આ સમસ્યા હલ કરવાના કેવા પગલા લેવા જાેઈએ તે અંગેનું જાત નિરીક્ષણ બાદ તાત્કાલીક અસરથી એકશન પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે.
જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પીએસઆઈ એ.બી. દેસાઈ અને સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત દાણાપીઠ સહિતના વિસ્તારોમાં ખાસ કરીને પાર્કિંગ તેમજ લારીઓમાં તેમજ રીક્ષાઓમાં માલસામાનની હેરાફેરી માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં સવારના ૭ થી ૯ અને બપોરના ર થી ૪ દરમ્યાન લારી તેમજ રીક્ષામાં માલસામાની હેરાફેરી કરી શકશે અને જાે ત્યારબાદના સમય બાદ કોઈપણ વાહનો આ વિસ્તારમાં દેખાશે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને સાથે જ દંડની પણ વસુલાત કરવામાં આવે તેવો નિર્દેશ પણ આપ્યો હતો. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સમસ્યાના હલ માટેની કાયદાની અમલવારી માટે અને જે તે વિસ્તારોની જાતે મુલાકાતો લઈ અને લોકો તેમજ વેપારીઓની ફરિયાદ સાંભળનાર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ ટ્રાફીક પીએસઆઈ એ.બી.દેસાઈની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. ટ્રાફીક સમસ્યાના હલ માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે. તહેવારોના દિવસોમાં જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની કોઈ સમસ્યા ન રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તહેવારોના દિવસોનું આગમન થઈ રહ્યું છે ત્યારે આમજનતાએ પણ પોતાના વાહનોને યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવા, ટ્રાફીક નિયમોનું પાલન કરવું તેમજ પોલીસની આ કામગીરીમાં સમાજના તમામ વર્ગોએ સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી છે. શરૂઆતના દિવસોમાં લોકોને ટ્રાફીક પાલન બાબતે સમજાવટ કરવામાં આવશે અને તેમ છતાં ટ્રાફીકના નિયમોનું પાલન નહીં થાય તો તેમની પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. આ ઉપરાંત વન-વે માટેના સાઈન બોર્ડ પણ જે તે વિસ્તારોમાં લાગી જશે તેવો નિર્દેશ આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!