કેન્દ્ર સરકારની જમ્મુ અને કાશ્મીર માટે નવી જમીન નીતિ ૭ દાયકાઓની જમીન સુધારણાને ખતમ કરે છે

કેન્દ્રએ મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર પુનર્રચના (કેન્દ્રીય કાયદાઓનું અનુકૂલન)ના ત્રીજા હુકમની સૂચના આપી, જેનાથી આ પૂર્વ રાજ્યમાં ઘણા નવા ફેરફાર કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ, યુટીમાં બિન-કૃષિ જમીન ખરીદવા માટે કોઈ નિવાસસ્થાન અથવા કાયમી રહેવાસી પ્રમાણપત્રની જરૂર નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ને પણ જાહેર કરી દીધું છે, જેમાં તમામ ભારતીય નાગરિકો માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન સંપાદનનો માર્ગ મોકફ્રો કર્યો છે. અગાઉ, જે અને કે બંધારણના આર્ટિકલ ૩૫-એ, ને ૫ ઓગસ્ટ ૨૦૧૯ના ખતમ આવ્યું હતું, જેઓ રાજ્યના વિષય ન હતા તેમને જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ હતો. નવીનતમ હુકમથી જમ્મુ અને કાશ્મીરના કોઈપણ ક્ષેત્રને ‘વ્યૂહાત્મક’ તરીકે ઘોષિત કરવાની સત્તા કોર્પસ કમાન્ડરથી ઉપરના દર્જાના આર્મી ઓફિસરને સૈન્યની સીધી ઓપરેશનલ અને તાલીમ આવશ્યકતા માટે આપવામાં આવી છે. જાે આ બધું જમ્મુ અને કાશ્મીરના ‘વિશેષ દરજ્જા’ને સમાપ્ત કરવાના ભાજપના લાંબા સમયથી ચાલતા કાર્યસૂત્રનો એક ભાગ છે, તો ત્યાં એક અન્ય પરિવર્તન આવ્યું છે જે બાકીના ભારતના ઘણા લોકો તેનું મહત્વ સમજી શકશે નહીંઃ સરકારના આદેશથી ઐતિહાસિક બિગ લેન્ડ એસ્ટેટ એબોલિશન એક્ટ, ૧૯૫૦ – પણ નાબૂદ થઈ ગયો છે, જેના કારણે ભૂતપૂર્વ રાજ્યમાં ફરીથી જમીનનું ધરમૂળથી વિતરણ થયું હતું, જેણે ગ્રામીણ સમૃદ્ધિનો માર્ગ મોકળો કર્યો હતો અને જે અને કેમાં જમીનદારી પ્રથા નાબૂદ થઈ હતી. એમએચએએ સમગ્ર રાજ્યના ૧૨ કાયદાને રદ કર્યા છે જ્યારે અન્ય ૨૬માં ફેરફાર અથવા અવેજી સાથે અનુકૂળ થયા છે. કાયદાઓ કે જે રદ કરવામાં આવ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીર એલિનેશન ઓફ લેન્ડ એક્ટ, જમ્મુ-કાશ્મીર બિગ લેન્ડેડ એસ્ટેટ એબોલિશન એક્ટ, જમ્મુકાશ્મીર કોમન લેન્ડ્‌સ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬, જમ્મુ-કાશ્મીર કન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ એક્ટ ૧૯૬૨, જમ્મુ-કાશ્મીર રાઇટ ઓફ પ્રાયોર પરચેઝ, અને જમ્મુ-કાશ્મીર યુટિલાઇઝેશન ઓફ લેન્ડ્‌સ એક્ટનો સમાવેશ થાય છે. કાશ્મીરી રાજકીય વિશ્લેષક શેખ શોકત હુસેને જણાવ્યું હતું કે, “પરિવર્તન ગયા વર્ષે ઓગસ્ટમાં લેવામાં આવેલા મોટા પગલાના ઓપરેશનલ પાસાને રજૂ કરે છે. “તેઓએ આર્ટિકલ ૩૭૦ અને ૩૫- એને રદ કરીને તેના તાર્કિક નિષ્કર્ષ ઉપર લઈ ગયા છે. આ બનવાનું જ હતું. ઓર્ડર ખૂબ લાંબો છે. નિષ્ણાંતોને આનું વિશ્લેષણ કરવામાં પણ સમય લાગશે. બધા રાજકીય પક્ષોએ નવા બદલાવની નિંદા કરી છે.
ઓમર અબ્દુલ્લાએ ઈન્ડિયા ટુડેને કહ્ય્šં કે, નવા જમીન કાયદા અમારા માટે અસ્વીકાર્ય છે. “હિમાચલ પ્રદેશ જેવા સમાન રાજ્યોમાં ઉપલબ્ધ મૂળભૂત સુરક્ષા અમને આપવામાં આવી નથી. ત્યાં અને આવા અન્ય અસંખ્ય રાજ્યોમાં કોઈ જમીન ખરીદી શકતા નથી. જે એન્ડ કેને વેચવા માટે મુકવામાં આવ્યો છે. તેઓ આ સ્થાનની પ્રકૃતિને બદલવા માંગે છે. સંઘીય સંરચનામાં, તેઓ જમ્મુ અને કાશ્મીરના લોકો ઉપર જાેહુકમી કરી શકે નહીં. શું આ એક સરમુખત્યારશાહી નથી. તેઓએ લદાખની જનતાને પણ દગો આપ્યો છે. જુઓ, એલએડીએચની ચૂંટણી પૂર્ણ થતાં જ તેઓ આ કાયદા કેવી રીતે લાવ્યા છે. જાે તેઓએ તે પહેલાં આ કર્યું હોત, તો તેઓ ત્યાં ક્્યારેય જીત્યા ન હોત.’’ બહારના લોકો માટે જમીન સંપાદન ખુલ્લું મુકવામાં આવશે તેવી આશંકા પહેલાથી જ હતી, પરંતુ કાશ્મીરીઓને આશ્ચર્યજનક લાગ્યું તે એ છે કે ઐતિહાસિક લેન્ડ ટુ ટિલર એક્ટ નાબૂદ કરવામાં આવ્યું. ગુપ્કર ઘોષણા માટેના પીપલ્સ એલાયન્સ, જે મુખ્ય ધારાના રાજકીય પક્ષોના સમૂહ છે તેના પ્રવકતા સજજાદ લોને જણાવ્યું હતું કે, “બિગ એસ્ટેટ્‌સ એબોલીશન એક્ટને રદ કરાયું – જે ઉપખંડમાં પહેલીવાર કૃષિ સુધારણા માટે હતું- આ હજારો સ્વતંત્રતા સેનાનીઓ અને ખેડૂતોના બલિદાનનું અપમાન છે જેઓ નિરંકુશ અને જુલમી શાસન સામે લડ્યા હતા અને આ ઇતિહાસને ફરીથી લખવાનો ક્રૂર પ્રયાસ છે.” ૧૯૫૨ સુધીમાં ૭૯૦૦૦૦ ભૂમિહીન ખેડૂતો, જેમાં મોટાભાગે મુસ્લિમો હતા, તેઓને અને જમ્મુ પ્રદેશના ૨૫૦૦૦૦ નીચલા જાતિના હિન્દુઓને માલિકીનું બિરૂદ મળ્યું હતું. શેખ અબ્દુલ્લાએ ૧૯૭૬માં જમ્મુ-કાશ્મીરમાં જમીનની માલિકીને તર્કસંગત બનાવવા માટે
કૃષિ સુધારણા કાયદો બનાવ્યો. સુધારાઓની સફળતા માટે એ પુરાવા છે કે ૧૯૭૦ સુધી ભારતમાં વિતરણ કરાયેલી ૪.૫ લાખ એકર જમીનમાંથી, આશરે અડધી જમીન ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં વહેંચાઈ હતી. તે પહેલાના સમયના ડોગરા રાજ્યની ભૂમિ નીતિઓ હતી જેણે ૧૯૩૦ના દાયકામાં મુસ્લિમ આંદોલનકારીઓ દ્વારા જમીનના પુનઃવિતરણ અને અન્ય નાગરિક અધિકાર માટેની આખી ચળવળને વેગ આપ્યો. હિન્દુઓને વિશેષાધિકારની સ્થિતિમાં રાખીને, ડોગરાઓએ કાશ્મીરમાં રાજ્યના સંસાધનોની પહોંચ માટે ધા‘મક જાેડાણને એક આધાર બનાવ્યો હતો. ૧૮૭૭ની શરૂઆતમાં, રણબીરસિંહે ડોગરા મિયાં રાજપૂતોન કાશ્મીરમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી સેવા અનુદાનની રચના કરી, જેથી મહારાજાને ‘ખીણમાં કોઈ ખલેલ થાય ત્યારે તેના પોતાના લોકોની ચોક્કસ સંસ્થા હાથમાં હોય.’ સેટલમેન્ટ કમિશનર આર્થર વિંગેટ, વોલ્ટર લોરેન્સ અને જે.એલ. કાયે પછીથી તેમના સંબંધિત અહેવાલોમાં અવલોકન કર્યું કે, જે શરતો ઉપર આ અનુદાન આપવામાં આવ્યું હતું. તેનો ડોગરા રાજ્યના મહેસૂલ અધિકારીઓ દ્વારા મુક્તિ સાથે ભંગ કરવામાં આવ્યો હતો, જેમાંના મોટા ભાગના બિન-મુસ્લિમ હતા (કાશ્મીરી પંડિતો અને ડોગરાઓ) અને જેણે કલમ અને અન્ય ગેરકાયદેસર માધ્યમથી જમીનના વિશાફ્ર પટ્ટાઓ એકત્રિત કર્યા હતા. ૧૯૪૮માં, શેખ અબ્દુલ્લાએ રૂા.૫૬૬૩૧૩ની વાર્ષિક જમીન મહેસૂલ આકારણીમાં આવી ૩૬૯ જાગીરોને નાબૂદ કરી. ઓક્ટોબર ૧૯૪૮માં, તેમની સરકારે સ્ટેટ ટેનન્સી એક્ટમાં સુધારો કર્યો, જેના દ્વારા ૬૨૫૦ એકર ખલીસા અથવા રાજ્યની માલિકીની જમીન, જમીનવિહોણા મજૂરોને વિના મૂલ્યે વહેંચવામાં આવી. ૧૯૫૦ના સુધારાની પરિવર્તનશીલ સંભાવના તેઓના અમલના વર્ષો પછી જ પ્રગટ થઈ. મોટાભાગના વિકાસ સૂચકાંકો જમ્મુ અને કાશ્મીરમાં અપવાદરૂપે સારા છે તે હકીકત આ સુધારાઓની સફળતાનો પુરાવો છે. કાશ્મીરી ઇતિહાસકાર અલ્તાફ હુસેન પારાએ જણાવ્યું હતું કે, ભૂમિ સંપત્તિ નાબૂદી કાયદાની મહત્ત્વની બાબત તે જમીનના હોલ્ડિંગ્સ ઉપર રાખવામાં આવેલી મર્યાદા હતી. જે હવે રદબાતલ થઇ ગઈ છે. “આ કાયદો રદબાતલ થવાથી જે અને કેમાં નવી-જાગીદરી સિસ્ટમના પુનરૂત્થાન માટેનો રસ્તો સાફ કરશે, પરંતુ કેટલાક અલગ સ્વરૂપે. ભૂમિ સુધારણાઓએ કાશ્મીરની સામંતવાદી પ્રકૃતિને પલટાવી દીધી હતી અને શેખ અબ્દુલ્લાની સમાજવાદી દૃષ્ટિને અનુરૂપ ભૂતપૂર્વ રાજ્યને ફરીથી બનાવ્યું હતું. હવે જે એન્ડ કે મૂડીવાદી શોષણ માટેનું લક્ષ્ય છે. મોટા ઉદ્યોગો શક્્ય તેટલી જમીનને મેળવી શકે છે. તેમ છતાં, તાજેતરના ફેરફારોની સંપૂર્ણ રૂપરેખા હજી બહાર આવવાની બાકી છે, પણ મારૂ માનવું છે કે જમીનના હોલ્ડિંગ્સ ઉપરની મર્યાદા જાળવી રાખવી જાેઈતી હતી.” હાલમાં કાશ્મીરમાં રાજકીય સ્થિતિને જાેતાં નવા ફેરફારો નોંધપાત્ર છે. જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રએ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી નથી, વિરોધને દબાવવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર નજર રાખવામાં આવી રહી છે, અખબારી પ્રેસની સ્વતંત્રતાને દબાવવામાં આવી રહી છે, પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોની ધરપકડ ચાલુ છે અને સરકારી કર્મચારીઓને ધમકી અપાઈ રહી છે કે જાે તેઓ “રાષ્ટ્ર વિરોધી” અભિપ્રાયનો અવાજ ઉઠાવશે તો તેમને બરતરફ કરવામાં આવશે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રએ જાહેરાત કરી હતી કે તે ૪૮ વર્ષની ઉંમરે પહોંચી ગયેલા કર્મચારીઓને નિવૃત્ત કરી શકે છે, જેણે એવી અટકળોને વેગ આપ્યો હતો કે રાજ્યના રાજકીય દૃષ્ટિકોણ માટે અસંમતિ બતાવનારા કર્મચારીઓને કોર્ટ અથવા ટ્રિબ્યુનલ્સમાં ગયા વિના “કામ વગરના” જાહેર કરવામાં આવી શકે છે.

error: Content is protected !!