શું તમારા બેંક ખાતામાં LPG ગેસ સબસિડી જમા થઇ નથી ? અત્રે સબસિડીનું સ્ટેટસ ચેક કરવાની ક્રમશઃ માર્ગદર્શિકા જાણો

0

ઘણા લોકો પોતાના બેંક ખાતામાં એલપીજી સિલિન્ડરસબસિડીના નાણા ટ્રાન્સફર થયાં છે કે કેમ તે ચેક કરતાં નથી. વાસ્તવમાં તેમણે પોતાના ખાતામાં એલપીજી સબસિડી જમા થઇ છે કે કેમ તે ચેક કરવું જાેઇએ અને તેનું ચેકિંગ હવે ખૂબ જ સરળ બની ગયું છે. માત્ર થોડી મિનિટોમાં જ મોબાઇલના ગ્રાહકો પોતાના બેંક ખાતામાં એલપીજીની સબસિડીના નાણાં જમા થયા કે કેમ તે હવે ગ્રાહકો થોડી મિનિટોમાં જાણી શકશે. ભારતમાં ઘર દીઠ રાહતના દરે પ્રતિ વર્ષ મહત્તમ ૧૨ એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે. જાે કે સિલિન્ડર ખરીદી વખતે પૂરી રકમ ચૂકવીને ખરીદી કરવામાં આવે છે અને ત્યાર બાદ સરકાર દ્વારા સબસિડીની રકમ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.એલપીજી એટલે કે લિક્વીડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને એ વાતની ખાસ ખબર હોવી જાેઇએ કે એલપીજી સિલિન્ડરના ભાવ ભારતમાં મહિને મહિને નક્કી કરવામાં આવે છે. હાલ સરકાર એલપીજીના યુઝર્સને સબસિડી આપે છે અને એલપીજીના રેટ્‌સ પણ દર મહિનાની ૧ તારીખે સુધારવામાં આવે છે. ૨૦૧૫માં સરકાર દ્વારા દાખલ કરાયેલ પહલ (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર સ્કીમ) હેઠળ એએલપીજીના ગ્રાહકો પોતાના બેંક ખાતામાં સબસિડી મેળવી શકે છે.
ઇન્ડેન ગેસ સબસિડી
ઇન્ડેન કંપનીની શરૂઆત ૧૯૬૫માં ઇન્ડિયન ઓઇલની સબસિડીયરી તરીકે થઇ હતી. ઇન્ડેનના ગ્રાહકોને તેના ગેસ સિલિન્ડર ખરીદવા ઉપર સરકાર દ્વારા સબસિડી પ્રાપ્ત થાય છે.ર તમે બે મહિના સુધીની ગેસ સબસિડી ચેક કરી શકશો. પહેલા તમારા રજીસ્ટ્રર્ડ મોબાઇલ દ્વારા અને ત્યાર બાદ એલપીજી આઇડી દ્વારા તમારા ખાતામાં એલપીજી સિલિન્ડરની ગેસ સબસિડી ટ્રાન્સફર થઇ છે કે કેમ તે પણ જાણી શકશો. આ આઇડીનો તમારી ગેસ પાસબુકમાં ઉલ્લેખ થયેલ હોય છે.
સબસિડી ચેક કરવા માટે નીચેના સરળ પગલાંઓને અનુસરો
૧. સૌપ્રથમ તો ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટસીએક્સ.ઇન્ડિયન ઓઇલ.ઇનની મુલાકાત લો.
૨. એલપીજી સિલિન્ડરની તસવીર ઉપર ક્લીક કરો. ત્યારે ફરિયાદ બોક્સ ખુલશે. હવે સબસિડી સ્ટેટસ લખીને તેનું બટન દબાઓ.
૩. સબસિડી સંબંધીત (પહલ) ઉપલબ્ધ વિકલ્પ ઉપર ક્લિક કરો ત્યાર બાદ સ્ક્રોલ ડાઉન કરો અને સબસિડી નોટ રિસીવ્ડના ઓપ્શન ઉપર ક્લીક કરો.
૪. ત્યાર બાદ ન્યૂ ડાયલોગ બોક્સ ખુલશે અને સ્ક્રિન ઉપર બે વિકલ્પ દર્શાવવામાં આવશે. એક રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને બીજુ એલપીજી આઇડી.
૫. જાે તમારો મોબાઇલ ફોન ગેસ કનેક્શન સાથે લિંક થયલો હોય તો તમે મોબાઇલ પદ્ધતિનો વિકલ્પ અપનાવી શકો છો અને જાે મોબાઇલ નંબર રજીસ્ટર્ડ થયો ન હોય તો તમારી ગેસ પાસબુકમાં લખેલ ૧૭ આંકડાનો એલપીજી આઇડી એન્ટર કરો.
૬. વેરીફાઇ ઉપર ક્લીક કરીને સબમીટ કરો.
૭. ત્યારબાદ સિલિન્ડર બુકિંગની તારીખ સબસિડી સહિત તમામ વિગતો તમારા સ્ક્રિન ઉપર દેખાશે. આ ઉપરાંત કસ્ટમર કેસ દ્વારા પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઇન્ડેન ગેસ કેર કસ્ટમ પરનો નંબર છે-૧૮૦૦-૨૩૩- ૩૫૫૫ છે.

error: Content is protected !!