ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત “યુથ સપોર્ટ સેન્ટર” પ્રોજેક્ટની ઇનોવેટીવ પ્રોજેક્ટ તરીકે નેશનલ લેવલે પસંદગી

0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગૃતિ ફેલાવીને લોકોને કોરોના વિષેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે, (૨) અનાજ/ફરસાણ/શાકની કીટ વિતરણ, (૩) નીઃશુલ્ક ટેલીફોનીક કાઉન્સેલિંગ સેન્ટર, (૪) ૨૪ કલાક ખડે પગે સેવા આપતા કોરોના-વોરિયર એવા પોલીસ સ્ટાફને ચા અને લીંબુ પાણીની લોકડાઉનના પ્રથમ દિવસથી જ સેવા (૫) સરકારને કોઈ જરૂરિયાત હોય જેમ કે હાલ લોકડાઉનમાં જી. જી. હોસ્પિટલમાં થેલેસેમિયા સામે બાથ ભીડતા ૩૫૦ બાળકોને લોહીની તાતી જરૂરિયાત છે તો તે માટે સહકાર વગેરે કામગીરી કરવામાં આવે છે (૬) કોવિડ -૧૯ ને લીધે બેરોજગાર થયેલાને રોજગારી માટે ઓનલાઈન “યુથ સપોર્ટ સેન્ટર”. તાજેતરમાં કોરોના મહામારીને લીધે બેરોજગાર થયેલ યુવાનોને નોકરી આપવાનો અનોખો અને ઉપયોગી પ્રોજેક્ટ વિનામૂલ્યે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશ-કાજલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ અંતર્ગત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા જુદી જુદી કંપનીમાં સ્ટાફની જરૂરિયાત હોય તો તેની વિગત બેરોજગારોના વોટ્‌સએપ ગ્રુપ અને બીજા સોશ્યલ મીડિયામાં મુકવામાં આવે છે. ઉમેદવારો પોતાની જરૂરિયાત મુજબ લાયકાત મુજબ અરજી કરે છે અને નોકરી મેળવે છે. અત્યાર સુધીમાં ૫૯ ઉમેદવારોને નોકરી આપવામાં સફળતા મળેલ છે. હાલ ૧૫૦૦ જેટલા યુવાનો આ સેવાનો લાભ લે છે. તાજેતરમાં ભારતની અગ્રણી સોઇલ યુનિવર્સીટી દ્વારા ભારતના ૩૦ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી જેમાં જામનગરના કોવિડ-૧૯ને લીધે બેરોજગાર થયેલા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઓનલાઈન “યુથ સપોર્ટ સેન્ટર” પ્રોજેક્ટ ઇનોવેટીવ પ્રોજેક્ટ તરીકે પસંદગી થઈ જે જામનગર માટે ગૌરવની બાબત છે. સાથે સાથે સોઇલ યુનિવર્સીટી દ્વારા ૧૬ અઠવાડિયા સુધી મેન્ટર તરીકે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટમાં પોતાની સેવા આપશે. આગામી ૬ વર્ષમાં ૧૦૦૦૦ યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. જેમાં આગામી સમયમાં આ સેન્ટર આધુનિક સુવિધા સાથે વધુને વધુ બ્લુ કોલર તેમજ વ્હાઈટ કોલર બેરોજગારોને ઓનલાઈન સુવિધા દ્વારા ઘર બેઠા (મોબાઈલ દ્વારા) રોજગાર લક્ષી માહિતી અને નોકરી પૂરી પાડવામાં આવશે. નોકરીની જરૂરિયાત ધરાવતા ગુજરાતના કોઈ પણ યુવક કે યુવતી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ઓનલાઈન “યુથ સપોર્ટ સેન્ટર”માં વોટ્‌સએપ, ફેસબુક કે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!