સત્તાવાર આંકડા અનુસાર દર વર્ષે ૨૦ લાખ મેટ્રીક ટન સફરજનનું ઉત્પાદન કરીને રૂા.૮૦૦૦થી ૯૦૦૦ કરોડ ઊભા કરે છે. પરંતુ ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર્સ, ખાતરના વિક્રેતાઓ, પેકેજર્સ, કમિશન એજન્ટ, શ્રમિકો અને અન્યો સહિત રાજ્યના ૭૦ ટકા લોકોને સહાય કરતો સફરજનનો ઉદ્યોગ હવે ઓછું ઉત્પાદન, ફુગનો રોગ, લોકડાઉન અને ઓછા માર્કેટને કારણે હવે સાવ મંદ પડી ગયો છે. આ વર્ષે લળણીની મોસમ શરૂ થઇ ગઇ છે ત્યારે સફરજન ઉત્પાદકોનું કહેવું છે કે અગાઉના વર્ષના ઉત્પાદન કરતાં આ વખતે ૬૦ ટકા ઓછું ઉત્પાદન થયું છે અને તેમાંથી ૩૦ ટકા પાકને બ્લેક પ્લેગ લાગુ પડી ગયો છે કે જે એક પ્રકારનો ફુગનો રોગ છે અને તેથી હવે નિકાસ થવાની કોઇ શક્યતા નથી. ઓછું ઉત્પાદન અને ફુગના રોગને કારણે ઉત્પાદકોનું કહેવું છે કે ગત નવે.માં કમોસમી ભારે હિમવર્ષાને કારણે પણ સફરજનના વૃક્ષોને મોટા પાયે નુકસાન પહોચ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો બંધારણીય દરજ્જાે પાછો ખેચ્યાં બાદ મહિનાઓની લોકડાઉને કારણે આ ધંધાને ફટકો પડ્યો હતો. શટડાઉનના કારણે ઉદ્યોગને મોટું નુકસાન થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews