પ્રાંચી તીર્થ ખાતે રામદેવપીર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

0

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે ખોડીયાર નગર વિસ્તારમાં રામદેવપીર મહારાજની આવેલી જૂની ડેરી જેમાં ગામના આગેવાનો દ્વારા મોટું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે આ મંદિરમાં રામદેવપીર મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો તેમાં શોભાયાત્રા સામૈયા ધ્વજારોહણ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગામની બહેનો દ્વારા ધુન સત્સંગ મંડળીનું પણ આયોજન થયું હતું. આ મંદિરના સ્વયંસેવકો દ્વારા લોકડાઉન દરમ્યાન ૩૮ દિવસ સુધી લોકોને ભોજન કરાવવામાં પણ આવ્યું હતું તે માટે મંદિરના સ્વયંસેવકો મહેનતનું ફળ રામદેવપીર મહારાજે તેનું સપ્નું હતું કે, પ્રાંચી ગામમાં રામદેવજી મહારાજનું મંદિર બનાવવું તે પુરૂ થયું હતું અને ગામના તમામ જ્ઞાતિના આગેવાનો ભાઈઓ બહેનો હિન્દુ-મુસ્લિમ બધા સાથે મળી આ નવનિર્માણ મંદિર બનાવમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો. ઘંટીયા પ્રાંચી ગામમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા માધવરાયજી પ્રભુના મંદિરેથી વાજતે ગાજતે રામદેવજી મહારાજના સામૈયા થયા હતા. આ સમયમાં સમસ્ત ગામમે હાજરી આપી હતી અને ૫ઃ૩૦ કલાકે પ્રાણ પ્રતિષ્ઠાનું બીડુ હોમવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામદેવપીર મંદિરના તમામ સભ્યોએ ગામ લોકોનો આભાર માની આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપ્યો એનો ધન્યવાદ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!