Wednesday, January 20

ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા જૂનાગઢ ખાતે કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજયના લોકહિતૈષુ પૂર્વ મુખ્યમંત્રી, સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ (વેરાવળ)ના અધ્યક્ષ, કુશળ રાજનીતજ્ઞ, જાગૃત લોકપ્રહરી અને ઉમદા લોકનેતા તેમજ
શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ અને સંલગ્ન ટ્રસ્ટોના વરીષ્ઠ ટ્રસ્ટી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન સબબ ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ જાેષીપુરા જૂનાગઢ ખાતે તેઓને શ્રધ્ધાંજલી આપવા માટે શોકસભા અને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં સંસ્થાના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી, ટ્રસ્ટી ચુનિભાઈ રાખોલીયા, એડવોકેટ ભરતભાઈ ગાજીપરાએ શબ્દ સુમનથી પૂજય કેશુબાપાના કાર્યો અને આદર્શોનું સ્મરણ કરીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ, સંચાલક મંડળના પ્રતિનિધિઓ, વિભાગીય વડાઓ સહીત વિશાળ સંખ્યામાં સંસ્થાના કર્મચારી અને સમાજ અગ્રણીઓએ ઉપસ્થિત રહીને પૂજય કેશુબાપાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!