ઓખા ૧૦૮ની ટીમે સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ ડિલવરી કરાવી

0

ઓખા બેટ ગામના મજૂરી કામ કરતા સારાબેન અલતાપભાઇ (ઉ.વ.૨૭)ને સાડા નવ મહિનાના પ્રેગ્નન્સી હતા. તેમને પ્રસુતિની પીડા ઉપાડતા દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં મોકલેલ હતા. તા.૩૦/૧૦/૨૦૨૦નાં સવારનાં ૦૬ઃ૦૮ કલાકે ઓખા ૧૦૮માં કેસ મળતા જ ફરજ ઉપર હાજર ઈએમટી વિજયભાઈ ડામોર તેમજ પાઇલોટ પરબતભાઈ મોરી ઘટના સ્થળ ઉપર દર્દીને લેવા પહોંચી ગયેલા હતા. તેમજ તુરંત જ દર્દીને લઇને દ્વારકા તરફ રવાના થયા હતા તે દરમ્યાન રસ્તામાં મહિલાને વધુ પ્રસુતિની પીડા ઉપાડતા ૧૦૮માં ફરજ બજાવતા ઇએમટી વિજયભાઈએ તપાસ કરતા બાળકના ગળામાં નાળ વિટલાઈ ગયેલ હોય, સમય સૂચકતા વાપરી ઈએમટી વિજયભાઈ દ્વારા રસ્તામાં એમ્બ્યુલન્સ થોભાવી ગળામાંથી નાળ સરકાવીને બાળકની ડિલિવરી સલામત રીતે કરાવેલ હતી અને ત્યારબાદ જરૂરી સારવાર આપીને દ્વારકા નવજ્યોત હોસ્પિટલમાં માતા અને બાળકને હેમખેમ પહોંચાડ્યા હતા અને દર્દીના સગામાં પણ ખૂશીની લાગણી ફેલાઇ ગઈ હતી. ૧૦૮ની કામગીરીને બિરદાવી હતી તેમજ સાથે સાથે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બિપીનભાઈ અને સુપરવાઈઝર દીપકભાઈ દ્વારા પણ શુભેચ્છા પાઠવી હતી. આમ સીઝેરીયનના યુગમાં નોર્મલ ડિલિવરી કરાવીને આગવું ઉદાહરણ પ્રસ્થાપિત કરતા સગા દ્વારા ૧૦૮નો આભાર માનેલ અને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

error: Content is protected !!