ગિરનાર રોપ-વેનાં દર કોમનમેનને પોસાય એ રીતે રૂા.રપ૦થી ૩૦૦ રાખવા માંગ

0

ગિરનાર રોપવે શરૂ થયો છે ત્યારથી જૂનાગઢવાસીઓ દ્વારા ઉષા બ્રેકો કંપની દ્વારા ગરીબવર્ગ, મધ્યમવર્ગના લોકોને ટીકીટના ભાવ ન પોષાય તે રીતનો ઉંચો ભાવ રાખવામાં આવેલ છે. હાલના ટીકીટના દરે ગરીબ વર્ગ તો રોપવેમાં જવાનું સ્વપ્ન પણ ન જોઈ શકે તેજ રીતે મધ્યમ વર્ગ જો અતિથિ સાથે જાય તો
૧ માસનું ઘરખર્ચ બજેટ વપરાય જાય. જયારે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી લોકડાઉન દરમ્યાન ૪૦ દિવસ સુધી ૪૫૦ થી ૫૦૦ લોકોને રોજ ભોજન પિરસ્યું હતું, ગરીબ અને જરૂરિયાતમંદોને જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી, ચોમાસામાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રુફ ઝુંપડા કરી આપેલ, શિયાળામાં ફૂટપાથ ઉપર રહેતા ગરીબોને ધાબળા વિતરણ કરેલ, હાલ રોપવેથી ૫૦૦ મિટર દૂર જૂનાગઢનું સૌથી સુંદર કોઈએ કલ્પના પણ ન કરી હોય તે રીતનું ૧૦૦ લીટરનું વોટરકુલર શક્તિ જલવાટિકા નિર્માણ કર્યું છે. જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને વિનામૂલ્યે શીતલ જલ મળી રહે તે રીતની આધુનિક વ્યવસ્થા રૂપિયા ૧,૭૦,૦૦૦ના ખર્ચે ઉભી કરી આપવામાં આવેલ છે. જનસેવાનાં હિતાર્થે લોકોને ઉપયોગી થાય તે રીતની સેવાઓ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટની છેલ્લી મિટિંગ થયેલ ત્યારે નક્કી કરવામાં આવેલ ગિરનાર રોપવે શરૂ થાય ત્યારે ગરીબ વર્ગ ના લોકોને માં અંબાજીના દર્શન રોપવેમાં વિનામૂલ્યે સંસ્થા ટ્રસ્ટના ખર્ચે કરાવા પરંતુ હાલ જે ટિકિટના ભાવ છે તે ભાવે સંસ્થા ગરીબવર્ગના લોકોને કઈ રીતે લઈ જઈ શકે નહી. શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ હાલના ટિકિટના ઉંચા ભાવ જે ઉષા બ્રેકો કંપની દ્વારા રાખવામાં આવેલ છે તેનો સખ્ત વિરોધ કરે છે અને શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલે ગરીબવર્ગ તથા મધ્યમવર્ગીય લોકોને પોષાય તે રીતના રૂપિયા ૨૫૦ થી ૩૦૦ ભાવ જીએસટી સાથે કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!