ભારતની લોખંડી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથીની ઉજવણી

ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનાં પ્રાણની પણ આહુતિ આપનારા સ્વ.ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે શ્રધ્ધાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.
પ્રથમ મહિલા ઈન્દીરાજીએ ભારતીય વડાપ્રધાન પદે આરૂઢ થઈને ભારતીય મહિલાઓને ગૌરવરૂપ સ્થાન અપાવ્યું હતું કે જેઓની હિંમત, દિલેરી અને નિષ્ઠા તેમજ તત્કાલ નિર્ણય શક્તિને આ ભારત દેશ કયારેય પણ અવગણી શકે નહીં, ઘડીનાં છઠ્ઠાં ભાગમાં કપરો નિર્ણય લઈ અને આ દેશને અનેક વખત મુશ્કેલીમાંથી બચાવેલ છે. પાકિસ્તાનનાં બે કટકા કરી બાંગ્લાદેશનું સર્જન કર્યુ હતું. તેમજ અગ્નિ પરિક્ષા જેવા કપરા નિર્ણય વચ્ચે પ્રિયદર્શીની એવા ભારતનાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરાબેન ગાંધીની તેનાં જ સુરક્ષા કર્મચારીઓએ સંખ્યાબંધ ગોળીઓ ઝીંકી અને તેઓને મોતને ઘાટ ઉતારી નાખ્યાં હતા તેવી આ માં દુર્ગા ગણાતી મહિલા વડાપ્રધાનની પુણ્યતિથી આજે છે ત્યારે જૂનાગઢ સહિત દેશભરમાં તેઓને ભાવપુર્ણ શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!