આ વર્ષે શિવયોગમાં કરવા ચોથનું મહત્વ

આ વર્ષે શિવયોગમાં કરવા ચોથ છે. આસો વદ ચોથને બુધવાર તા. ૪-૧૧-ર૦ર૦ના દિવસે કરવા ચોથ છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રતમાં આખો દિવસ નકોરડો ઉપવાસ રહેવો. સાંજના સમયે ગણપતિદાદા, મહાદેવજી, પાર્વતીજી અને કાર્તિકેયનું પૂજન કરવું. સાથે ચંદ્રનું પણ પુજન કરવું. એક બાજાેઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેની ઉપર થાળીમાં મુર્તિ રાખવી. બધાજ ભગવાનની મુર્તિ ન હોય તો તેને બદલે સોપારીને નાડાછડી વીટીને રાખવી. ત્યારબાદ હાથમાં ચોખા લઈ ગણપતિદાદાનું નામ લઈ અને દાદા ઉપર પધરાવા. મહાદેવજીની સોપારી ઉપર ૐ શિવાયે નમઃ બોલી ચોખા પધરાવવા.પાર્વતીની સોપારી ઉપર ૐ ગૌરીયે નમઃ બોલી ચોખા પધરાવવા અને ૐ કાર્તિકેયાય નમઃ બોલી કાર્તિકેયની સોપારી ઉપર ચોખા પધરાવવા. ત્યારબાદ જળ અને પંચામૃત ચડાવી, એક ચંદ્ર દેવની સોપારી રાખી તેના ઉપર ૐ સોમાય નમઃ બોલી ચોખા પધરાવવા અને તેને પણ જળ અને પંચામૃત અર્પણ કરવું. સોપારી ઉપર જળનો અભિષેક કરી ચોખ્ખી કરી બાજાેઠ ઉપર વસ્ત્ર રાખી તેના ઉપર પધરાવી વસ્ત્ર, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા કરી નૈવેદ્યમાં લાડુ ધરવા. ત્યારબાદ આરતી કરવી, ક્ષમાયાચના માંગવી. આ પુજન બ્રાહ્મણ દ્વારા પણ મંત્રોચ્ચાર સાથે કરાવી શકાય. સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી અને ત્યારબાદ ચંદ્ર ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી, ચંદ્રના દર્શન કરી અધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ચારણીમાંથી પતિદેવનું મુખ જાેવું. પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવને ભોજન આપ્યા બાદ પોતે ભોજન કરવું. સાસુમાને પગે લાગી એક લોટો, નવા વસ્ત્ર ભેટમાં આપવા. બ્રાહ્મણને દાન, દક્ષિણા આપી સાસુમા, પતિદેવના આશીર્વાદ લેવા. આવી રીતે ૧ર અથવા ૧૬ વર્ષ સુધી આ વ્રત રહેવું. આજીવન પણ રહી શકાય. વ્રતના ઉત્થાપનમાં ૧૩ સુહાગન બહેનોને ભોજન કરાવવું. સાંજે પુજાનો સમય ૪.૪૩ થી ૬.૦૭, ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.પ૩ કલાક છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!