જૂનાગઢ શહેરનાં સરદારપરા મેઈન રોડ ઉપર ધોળે દિવસે દુકાનમાંથી રૂા. ૩ હજારની ઉઠાંતરી !

કોરોના કાળમાં ઘણા લોકો લોકડાઉનમાં બેકાર બની ગયા હતાં અને અનલોકમાં ન કરવાનાં ધંધા શરૂ કરી દેતા હોય છે તેનો દાખલો ગઈકાલે જૂનાગઢ શહેરમાં જાેવા મળ્યો હતો. જૂનાગઢનાં સરદારપરા મેઈન રોડ ઉપર આવેલ નવનાથ એજન્સી અને અમુલ શોપ નામની દુકાનમાં ગઈકાલે બે અજાણ્યા શખ્સોએ દિનદહાડે રૂા. ૩ હજારની ઉઠાંતરી કરતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સરદારપરા મેઈન રોડ ઉપર આવેલ નવનાથ એજન્સી અને અમુલ શોપ નામની ગોરધનભાઈ કુનપરા દુકાન ધરાવે છે. ગઈકાલે બપોરનાં સમયે બે અજાણ્યા શખ્સોએ દુકાને આવી વિવિધ માલ-સામાનનું લીસ્ટ આપતાં દુકાનદાર તે લીસ્ટ મુજબ માલ કાઢી રહયા હતાં ત્યારે તેની નજર ચુકવી દુકાનનાં થડામાં રહેલ રૂા. ૩ હજાર કયારે તફડાવી લીધા તેની ખબર જ ન રહી ! પરંતુ આ શખ્સો કળા કરી જતાં રહેતાં થોડી જ વારમાં થડામાં દુકાનદારે નજર કરતાં થડામાં રહેલ રૂા. ૩ હજાર જાેવા ન મળતાં તુરત જ આ શખ્સોની પાછળ ગયા હતાં પરંતુ તેઓ કયાંય ગાયબ થઈ ગયા હતાં. આ અજાણ્યા શખ્સોએ માલ કઢાવ્યા બાદ અમો થોડી વાર પછી માલ લઈ જઈશું તેમ કહી જતા રહયા હતાં. આ અંગે ગોરધનભાઈ કુનપરાએ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવથી સરદારપરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!