ગુજરાત એટીએસ ડીઆઈજી હિમાંશુ શુક્લા સહિત ચાર અધિકારીઓને યુનિયન હોમ મિનીસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૨૦ના વર્ષ માટે વિવિધ દળ માટે ખાસ સુવિધા આપીને સિમાચિન્હરૂપ કામગીરી કરનારા જવાનોને ગૃહ મંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે જેમાં એટીએસ ડીઆઇજી હિમાંશુ શુક્લા, સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ઇમ્તિયાઝ શેખ, એટીએસ ડીવાયએસપી કનુભાઇ પટેલ (કે.કે પટેલ) પોલીસ ઇન્સપેક્ટર વિજય મલ્હોત્રા અને સિનિયર ઇન્સપેક્ટર કેતન ભુવાની એવોર્ડ માટે પસંદગી થઇ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે ૨૦૨૦ના ગૃહમંત્રી વિશેષ ઓપરેશન મેડલ માટે પોલીસકર્મીના નામની જાહેરાત કરી છે જેમાં ચાલુ વર્ષે આ પદ માટે કુલ ૩૯ પોલીસ અધિકારીઓની આ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના ૫, દિલ્હીના ૧૫, કેરળના ૮, કર્ણાટકના ૬ અને તમિલનાડુના ૫ પોલીસ અધિકારીનું સન્માન કરાશે. ગૃહ મંત્રાલય દેશમાં આતંકી અને નક્સલ પ્રભાવિત એરિયામાં સ્પેશ્યલ ઓપરેશન માટે આ એવોર્ડ આપે છે. ગુજરાત પોલીસને અધિકારીઓને ૮ જાન્યુઆરીના ઓપરેશન માટે મેડલ આપવામાં આવશે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાંથી DIG હિમાંશુ શુકલ, SP ઇમ્તિયાઝ શેખ, Dy.sp કનુભાઇ પટેલ, ઇન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા, SI કેતન ભુવાને મેડલથી સન્માનવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews