કેન્દ્ર સરકારે કોરોના વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રએ રાજયોને કોરોના વેકસીનેશન માટે કમિટીઓ બનાવવાની સાથે-સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ પહેલેથી જ નજર રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી અફવાઓ ન ફેલાય. કેન્દ્ર સરકારે રાજયોને કોવિડ-૧૯નાં વેકસીનેશનનાં કામકાજને જાેવા અને સમન્વય કરવા માટે સમિતિઓ બનાવવા કહ્યું છે. સોશ્યલ મીડિયા ઉપર શરૂઆતથી જ નજર રાખવામાં આવે, જેથી અફવાઓ રોકી શકાય, જેની અસર સમાજમાં વેકસીનનો સ્વીકાર કરવા ઉપર પડી શકે છે. કોરોનાં વાયરસની વેકસીન આપવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. વેકસીન રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટની તૈયારી, ભોૈગોલિક આધાર સહિત રાજય ઉપર વિશેષ પડનાર પડકાર વગેરેની સમીક્ષા કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!