પ્રકાશનાં પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ બની રહે છે. પ્રતિ વર્ષ ધનતેરસનાં દિવસથી જ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશાળ નયનરમ્ય આર્કષક વિવિધ કલરો સાથેની રંગોળી કાઢી તેની આસપાસ તેલયુકત દિવડાઓ હારમાળા અને મંદિરનાં સ્થંભો, પગથીયાઓ બંને બાજુ, પ્રવેશદ્વાર, દિગ્વીજયદ્વારથી સમગ્ર મંદિરને પ્રાચીન પરંપરાનાં તેલયુકત દીવડાઓનાં દિપ વૈભવથી શણગારવામાં આવશે. કાયમી ધોરણે રહેલી પગથીયાથી શિખર સુધીની થીમ બેઈઝ રંગ-બેરંગી વિજ રોશની પણ ચાલું રહેશે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે, સોમનાથ મંદિર ખાતે ધનતેરસ, દિવાળી અને નૂતનનાં વર્ષ રંગોળી, દિપમાળા અને વિશેષ શુશોભન લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર, નૂતન રામમંદિર ખાતે અન્નકુટ દર્શનનાં દિવ્ય આયોજનો થઈ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં અતિથીગૃહોને રંગબેરંગી વિદ્યુત રોશનીઓથી ઝળહળા કરવામાં આવશે. જેથી દૂર-સુદુર પોતના વતનથી દિવાળી પર્વમાં સોમનાથ આવેલ યાત્રિકો-દર્શનાર્થીઓ અહી પણ ઝળહળતી રોશનીમાં નહાતા સોમનાથ મંદિરને રોશનીમય નિહાળવાનો અનેરો લ્હાવો મેળવી શકશે. વૈશ્વિક કોરોના મહામારીનું જાેર થોડું નબળું પડતા અને સોમનાથ મંદિરની કોરોના સામેની ગાઈડ લાઈન અસરકારક રીતે અમલીકરણ કરતા પ્રવાસીઓ, યાત્રિકો આ દિવાળીની રજાઓમાં વધુને વધુ સોમનાથ આવશે તેમ માની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. સોમનાથ મંદિરમાં દર્શન માટે જેવા યાત્રિક પ્રવેશે ત્યારે દિગ્વીજય દ્વાર સેર્ન્સસ અને એન્ટ્રીગેટ પાસે તથા ઓનલાઈન બુકીંગ અને પ્રત્યક્ષ દર્શન પાસ તેની પળે-પળની ડીઝીટલ સંખ્યા અંકિત નોંધાતી જાય છે. દર્શનાર્થી કેટલા સોમનાથ આવ્યા એ જાેઈએ તો ર૦ર૦ જુલાઈમાં ૧ લાખ ૩ હજાર ત્રાણું, ઓગષ્ટમાં ૧ લાખ ૬૦ હજાર પર૩, સપ્ટે.માં ૧ લાખ ૧ હજાર ૩૧ર, ઓકટો.માં ૧ લાખ ૪ર હજાર દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્ય બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં ગોઠવાયેલી દર્શન વ્યવસ્થા જેવી વ્યવસ્થા પણ પોલીસ તંત્રનાં સંકલન સાથે કરાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews