જૂનાગઢના રોડ-રસ્તાના કામમાં મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા રખાતી ખાસ તકેદારી

જૂનાગઢમાં બિસ્માર થયેલ રસ્તાઓની કામગીરી શરૂ થયેલી છે, ત્યારે હવે આવનાર સમયમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે થઇને મેયર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. મોતીબાગ મુખ્ય માર્ગ ઉપર રીલાયન્સ મોલની સામે થતી રસ્તાની કામગીરીનું મેયર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. મેયરે રૂબરૂ સ્થળ ઉપર હાજર રહીને અધિકારીઓ અને ઈજનેરની સાથે મળીને ક્વોલીટી વર્ક ચેક કર્યું અને ખાસ ડામરની થીકનેસ ગેજ મીટરથી ચેક કરી હતી. તેમજ ડામરની ગાડી ઉપર ક્યા સ્થળેથી પ્લાન્ટ સુધી ક્યા અધિકારીઓ છે તે ચેક કરવામાં આવેલ અને ગેટ પાસ તપાસવામાં આવ્યા હતા. સ્થળ ઉપર હાજર ઈજનેર અને કોન્ટ્રાકટરને જરૂરી સુચનાઓ આપી તેમજ રસ્તાઓની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવવામાં આવે તેવી તાકીદ કરાઈ હતી. મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા રસ્તાની કામગીરીનું સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ઈજનેર, કોન્ટ્રાકટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!