ગિરનાર રોપ-વે યોજનાની ટિકીટના દર ઘટાડવાની માંગણી અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી.
ગિરનાર રોપ-વેની ટિકીટ વસુલવા સામે પ્રાથમિક સુવિધાના નામે ઝીરો હોય પ્રવાસીઓમાં પણ ભારે રોષ જાેવા મળ્યો હતો. આ તકે જ્ઞાતિ સમાજાે – ટ્રસ્ટોનું ઉતારા મંડળે પણ રોપ-વે ની ઉંચી ટિકીટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યંું હતું કે, પુખ્તવયના માટે ૧પ૦, બાળકો અને વૃદ્ધો માટે પ૦ અને વિદેશી ગ્રાહકો માટે ૪પ૦ રૂપિયાનો ભાવ (જીએસટી ટેકસ સાથે) રાખવો જાેઈએ. વળી, સલામતી માટે રોપ-વે ટ્રોલીની નીચે નેટ રાખવી જાેઈએ જેથી અકસ્માત સર્જાય તો પણ જાનહાની નિવારી શકાય. તેમજ ઉષા બ્રેકો કંપનીએ શ્વેત પત્રક બહાર પાડવું જાેઈએ અને દર મહિને કેટલા પ્રવાસીઓ આવ્યા તેની માહિતી આપવી જાેઈએ. ઉપરાંત ખાસ કરીને લીલી પરિક્રમા તેમજ લઘુકુંભ – શિવરાત્રીના મેળા સમયે પણ રોપ-વે ચાલુ રાખવામાં આવે, પાર્કિંગની પુરતી સુવિધા આપવા, સ્થાનિક લોકોને રોજગારી આપવા તેમજ અકસ્માત સર્જાય તો વળતર આપવા માંગ કરાઈ છે. જાે ભાવ નહી ઘટે તો ગુજરાતના દરેક તાલુકા મથકે આવેદન આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews