Monday, January 18

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી

જૂનાગઢ અને સોરઠ પંથકનાં ખેડુતો માટેનાં મહત્વનાં એવા સહકારી ક્ષેત્રનું શીરમોરશમુ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની નિમણુંક કરવામાં આવતા તેઓને વ્યાપક આવકાર સાથે અભિનંદનની વર્ષા કરવામાં આવી રહીછે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનાં માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલને ભારે બહુમતી પ્રાપ્ત થઈ હતી. આ દરમ્યાન આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની નિમણુંક થતાં તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેમની ટીમ કાર્યરત બની છે. તેમને સહકારી તંત્રના આગેવાનો તથા જીલ્લા રાજયનાં ભાજપનાં નેતાએ અભિનંદન પાઠવ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!