જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમો આ વર્ષે નહીં થઈ શકે. કારણ કે કોરોનાનાં સંક્રટમય કાળમાં કોઈ કારણે પરિક્રમા યોજવી શકય નથી. ત્યારે ગઈકાલે શ્રીજ્ઞાતિ, સમાજાે, ટ્રસ્ટ ઉતારા મંડળ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં થઈ શકે પરંતુ પરંપરા જાળવી રાખવા માટે પ્રતિકાત્મક કરવા જણાવ્યું હતું પરંતુ ભાવિકોને પણ અપીલ કરવામાં આવી છે. અને આ સાથે જ અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ પણ સેવા નહીં આપે તેમ જણાવ્યું હતું.
કોરોના મહામારીના કારણે લીલી પરિક્રમા ઉપર પણ બ્રેક લાગવાની હોવાનું જાણવા મળી રહયું છે. ખાસ કરીને ઉતારા મંડળો, અન્નક્ષેત્રો જ સેવા આપવા માટે આવવા રાજી ન હોય યાત્રિકોને પણ લીલી પરિક્રમા કરવા ન આવવા અપીલ કરાઈ છે. કારણ કે, જાે તેમ છતાં પણ યાત્રિકો આવે તો તેને ભોજન સહિતની સુવિધા મળવામાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. આ અંગે માહિતી આપતા જ્ઞાતિ સમાજાે – ટ્રસ્ટોનું ઉતારા મંડળ, ભવનાથના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી ચાલતી હોય સરકાર દ્વારા સમુહમાં એકઠા ન થવું એ બાબતની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે તમામ ભાવિકોને અપીલ કરવામાં આવે છે કે, લીલી પરિક્રમા કરવા ન આવવું. કારણ કે, ગુજરાતભરમાંથી આવતા ઉતારા મંડળો અને અન્નક્ષેત્રો પણ આ વર્ષે લીલી પરિક્રમામાં પોતાની સેવા નહીં આપે. આ સાથે આ ચા,પાણી, નાસ્તાના સ્ટોલ પણ નહીં હોય. ત્યારે ખાસ કરીને ભાવિકો આ વર્ષે લીલી પરિક્રમા કરવા માટે ન આવે તે હિતાવહ છે. વધુમાં પરિક્રમા બાબતે જૂનાગઢ જીલ્લા કલેકટર, વન વિભાગના સીસીએફને પત્ર પાઠવવામાં આવ્યો હતો. સાથે પુછવામાં આવ્યું હતું કે, પરિક્રમા બાબતે કોઈ ગાઈડ લાઈન નકકી કરવામાં આવી છે ? જાેકે, તેમના દ્વારા પણ કોઈ નવી સૂચના – ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી ન હોવાનું તેમજ નવી સુચના માટે રાહ જાેઈ રહયા હોવાનું જણાવાયું છે.
વધુમાં આ ઉપરાંત લીલી પરિક્રમા વર્ષોથી થતી હોય તેમની ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક લીલી પરિક્રમા કરાશે. આ માટે વન વિભાગ, પોલીસ વિભાગ અને જીલ્લા વહીવટી તંત્રની સાથે સંકલન ઉતારા મંડળ રપ નવેમ્બરથી ૩૦ નવેમ્બર પ્રતિકાત્મક પરિક્રમા કરશે. દરમ્યાન વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા પ્રથમ વખત કોરોનાના કારણે બંધ રાખવાની ફરજ પડશે. આમ લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ તકે ઉતારા મંડળના અધ્યક્ષ દેવાણંદભાઈ સોલંકી, મંત્રી કાળાભાઈ સિંઘલ, ગોવીંદભાઈ વેગડ, નાગદાનભાઈ ડાંગર, મગનભાઈ સાવલીયા, હરેશભાઈ ઠુંમર, લાલજીભાઈ અમરેલીયા, પ્રવિણભાઈ સોજીત્રા અને હરેશભાઈ ઘોડાસરા વગેરેની ઉપસ્થિતિ રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews