સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથે પૂર્વ મુખ્યમંત્રી અને ‘‘સરદાર’’ કેશુભાઈ પટેલને આત્મીય સંબંધો

0

ભારત માતાના વિર સપુત સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને જુના જનસંઘના કર્મનિષ્ઠ દિગ્જનેતા અને મુઠી ઉછેરા માનવી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થતા ગુજરાતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને તેમના સ્મરણો કાયમને માટે લોક હ્ય્દયમાં અંકીત બની ગયા છે. સ્વ.કેશુભાઈ પટેલને જૂનાગઢથી પ્રસિધ્ધ થતા દૈનિકની મધ્ય ગુજરાતની આવૃતિ અમદાવાદ અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર સાથે પણ દિલની લાગણી હતી અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને
સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર સાથે આત્મય સબંધો હતા અને તે છેક તેમના પુત્ર ભરત પટેલ સાથે પણ આજના દિવસે અંકબંધ રહ્યા છે. ગુજરાત અને દેશમાં કોંગ્રેસનું સંપૂર્ણ વચસ્વ સ્થપાયેલું હતું અને ગુજરાત અને કેન્દ્રની સરકાર કોંગ્રેસની હતી તેવા સમયમાં પણ એક કિશાન પુત્ર તરીકે પોતાની આગવી સુઝબુજ અને સાચુ કોઈપણને કચકચાવીને કહી દેવું તેવા નિડરતાના ગુણો ધરાવતા શ્રી કેશુભાઈ પટેલ ધીમે ધીમે આકાશ જેટલી ઉંચાઈએ ઉભરતા ગયા અને વિશાળ ચાહક વર્ગો ધરાવ્યો હતો. લોક હ્ય્દયમાં બિરાજમાન એવા કેશુભાઈ પટેલ વિસાવદર અને ભેંસાણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચુંટણી લડયા અને આ ચુંટણીમાં તેઓએ પ્રચંડ બહુમતિ મેળવી અને ગુજરાતના મુખ્યમંત્રી પદે પણ આરૂઢ થયા. કેશુભાઈ પટેલે પોતાના જીવન કાળ દરમ્યાન પ્રજા ઉપયોગી અનેક કાર્યોની સુવાસ પ્રસરાવી છે એટલું જ નહીં જેમ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીણોદ્વારનો સંકલ્પ કર્યો હતો તેમ
શ્રી કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના મુખ્ય પદે રહી અને ભગવાન સોમનાથ મહાદેવ સંકુલના વિકાસ માટેની પણ ખુબજ સારી કામગીરી દાખવી છે. આવા કર્મઠ નેતાને છોટે સરદારનું ઉપનામ પણ તેમના ચાહકો આપી રહ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જૂનાગઢથી પ્રસિધ્ધ થતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર સાથે પણ આત્મય સબંધો રહ્યા હતા. જૂનાગઢ અને સોરઠ પંથકનો ધબકાર બની ચુકેલા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રની વિકાસ યાત્રા શરૂ થઈ તે વખતે અમદાવાદ અને ગાંધીનગર આવૃતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ તકે શ્રી કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને અભિજીત ઉપાધ્યાયને કાયમ તેઓના આર્શીવાદ રહ્યા છે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગર આવૃતિના શુભારંભ વેળાએ શ્રી કેશુભાઈ પટેલે અંતરના આર્શીવાદ પણ આપ્યા હતા અને કાયમને માટે સહકાર આપવાની ખાત્રી પણ આપી હતી. કહેવાનું એટલું જ કે, સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયનું અખબારી ક્ષેત્રે મહત્વના યોગદાન અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવાની આગવી શૈલી અને નિડરતા, પત્રકારીત્વની ઉત્તરદાઈત્યના વિશિષ્ઠ ગુણોને લઈને શ્રી કેશુભાઈ પટેલ (કેશુબાપા) ખુબજ પ્રભાવીત હતા અને મજાકમાં ઘણી વાર કહેતા પણ ખરા કે ‘‘ભુદેવ તમે આમ તો પૂજનીય છો અને એક બ્રહ્મ તેજનો ચમકારો જાેઈએને મને ખુબજ આનંદ થાય છે પરંતુ જયારે આજ ભુદેવ પરશુરામ બનીને કલમના ત્રાજવે તોડે છે ત્યારે ભલભલી સરકારને પણ ધ્યાન કેન્દ્ર કરવું પડે તેવી પાણીદાર કલમ અને પાણીદાર શબ્દોના ચાબખા હોય છે. આમ મજાકના ટોનમાં પણ કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને તેમની કામગીરીને બિરદાવી હતી. આજે ગુજરાતના પનોતા પુત્ર આપણી વચ્ચે રહ્યા હતા નથી ત્યારે તેઓને પરંમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે તેવી સૌરાષ્ટ્ર ભૂમિ પરીવારની ઈશ્વર પાસે પ્રાર્થના.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!