રાજ્યમાં ચાલુ વર્ષે હાડ થીજાવતી ઠંડી પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી હાલ રાજયમાં ઠંડા પવનોનું જાેર વધ્યું છે, આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી શકયતા છે. રાજયના ગાંધીનગર અને વલસાડમાં સૌથી ઓછું ૧પ.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજયના ૧૪ શહેરમાં ઠંડીનો પારો ર૦ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આજે લઘુતમ તાપમાન ૧૯.૪ અને મહત્તમ ૩પ.૪ ડિગ્રી નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને સાંજે ર૬ ટકા રહેવા પામેલ જયારે પ્રતિ કલાક ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. અમદાવાદ સહિત રાજયના ૧૪ શહેરોમાં ઠંડીનો પારો ર૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. ૧પ.પ ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જયારે અમદાવાદમાં ૧૭.૬ ડિગ્રીનો પારો નોંધાયો છે અને આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો ૧૮ ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું, જયારે કંડલા એરપોર્ટમાં ૧૮.૭ ડિગ્રી અને ભૂજમાં ર૦.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં કેશોદમાં ૧૯.૪, ભાવનગરમાં ૧૯.૯, અમરેલીમાં ૧૯.૧, દિવમાં ૧૯.૬, સુરેન્દ્રનગરમાં ૧૯.પ ડિગ્રી, ભાવનગરમાં ર૦.૬, વેરાવળમાં રર, દ્વારકામાં ર૩.પ, ઓખામાં ર૪.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં ફૂલ-ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવાર અને મોડી રાત્રીએ ઠંડીનો જાેરદાર ચમકારો લોકોને લાગી રહ્યો છે, પરંતુ સવાર બાદ અસહ્ય ગરમીને લીધે ડબલ ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews