હવાનું પ્રદૂષણ રોકવા નવેમ્બર ૭થી ૩૦ સુધી ફટાકડાઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અંગે કેન્દ્રને NGTની નોટિસ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ કેન્દ્રીય પર્યાવરણ અને જંગલ ખાતાના મંત્રાલય તેમજ ચાર રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી કે, સાર્વજનિક આરોગ્ય અને પર્યાવરણના હિતમાં ફટાકડાંઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવાયો છેે કે નહીં. એનજીટીના પ્રમુખ જસ્ટિશ એ.કે. ગોયલના નેતૃત્વમાં બનેલી ખંડપીઠે એમઓઈએફ, સેન્ટ્રલ પોલ્યુુશન કન્ટ્રોલ બોર્ડ, દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટિ, દિલ્હીના પોલીસ કમિશનર તેમજ દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ અરજી અંગે સુનાવણી હાથ ધરતાં ઉક્ત આદેશ આપ્યો હતો. એનજીટીએ આ મામલે મદદરૂપ થવા એડવોકેટ રાજ પંજવણી અને એડવોકેટ શિબાની ઘોષની એમિક્સ ક્યુરી તરીકે નિમણુક કરી હતી. ટ્રિબ્યુનલે ઈન્ડિયન સોશિયલ રિસ્પોન્સિબિલિટી નેટવર્ક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે પણ સુનાવણી હાથ ધરી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, પ્રદૂષણ સામે પગલાં ભરવામાં આવે. અરજીમાં જણાવાયું હતું કે, હાલ કોરોનાને કારણે હવાની ગુણવત્તા તેના નીચલા સ્તરે છે ત્યારે એનસીઆરમાં ફટાકડાંથી પ્રદૂષણ ફેલાય છે, જે અંગે પગલાં ભરવા જાેઈએ. આ અરજીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને દિલ્હીના આરોગ્ય મંત્રાલયના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બન્ને મંત્રાલયો દ્વારા પોતાના અહેવાલમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, હવાની ઓછી ગુણવત્તાને કારણે તહેવારોની મોસમમાં કોરોનાના કેસોમાં વધારો થવાની શકયતા છે. જેમ જેમ પ્રદૂષણનું સ્તર વધતું જશે તેમ તેમ કોરોનાના કેસો વધવાનું જાેખમ પણ વધતું જશે. હાલ દિલ્હીમાં રોજના સરેરાશ પાંચ હજાર કેસો નોૅધાય છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થવાથી રોજના ૧૫ હજાર કેસો નોૅધાઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!