કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષાના દૌરમાં બાળકો અને કિશોર વચ્ચે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબજ વધી ગયો છે. સાથે જ તેઓ જાણતા-અજાણતા ઇન્ટરનેટ ઉપરની અશ્લીલ અને અભદ્ર સામગ્રીના સંપર્કમાં આવે છે. જે બાળમનને ભટકાવી શકે છે. જ્ઞાનવર્ધક સામગ્રી ગોતવા માટે ગુગલ, યુ.ટયુબ, વીડીયો કોલની સાથે ઘણી કિ એપનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની સાઇટ-એપમાં કોલ અનેચેટ ઉપર આમંત્રણ આપતી મહીલાઓની અભદ્ર હરકતો સાથેની જાહેરાત અને પોર્ન સાઇટની લીંક પણ સામે આવી જાય છે, આવી અશ્લીલ સામગ્રીઓ સોશ્યલ મિડીયામાં પણ પ્રવેશી ચૂકી છે. સાઇબર ક્રાઇમ એકસપર્ટના જણાવ્યા મુજબ સાઇટના ફિલ્ટર હોવા છતા ઘણી અશ્લીલ સાઇટ સરળતાથી ખુલે છે. ફિલ્ટર્સ ૩૦ થી ૪૦ ટકા જ પ્રભાવી રહે છે. કેમ કે તે સાઇટના નામ અને શબ્દો ઉપર લગાવાય છે. જયારે આવી વેબ સાઇટો ફિલ્ટરથી બચવા પોતાની લીંકના કી-વર્ડ બદલતી રહે છે. જે ડીવાઇસમાં વીપીએનનો ઉપયોગ થાય છે, તેમાં પણ ફિલ્ટર પ્રભાવી નથી થતા અને સીધા સાઇટના સર્વર સાથે જોડી દે છે. ટેકનીકલ ઉપયોગ સાથે બાળકોને દુષ્પરિણામોથી બચવા સાયબર સર્તકતા જરૂરી છે. દેશમાં સામાન્ય સાયબર શીક્ષાની વ્યવસ્થા પણ નથી. કેટલાય વાલીઓએ બાળકોને શિક્ષણ માટે મોબાઇલ અને ઇન્ટરનેટ અપાવ્યું છે, પણ તેમને જ પુરતુ જ્ઞાન નથી હોતું બાળકો માટે ચાઇલ્ડ એકાઉન્ટનો ઉપયોગ કરવા, લોક રાખવા અને સમયાંતરે સર્ચ અને યુઝ હિસ્ટ્રી ઉપર નજર રાખવી જરૂરી છે આ માટે કેટલીક એપ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. ઘણા ઓટીટી પ્લેટફોર્મ ઉપર સ્વચ્છંત વેબસીરીઝ હોય છે. સોશ્યલ મિડીયા ઉપર પણ બેઅર્થવાળા પ્રેંક વિડીયો, અધડી-ધુરી સેકસ માહિતી, ફ્રેન્ડશીપની ફેક જાહેરાત ઉપરાંત યુ ટયુબની ઘણી ગેમ્સના વિડીયોઝમાં હલ્કી ભાષા વગેરે બાળકો માટે ખતરનાક છે. આ અંગે પરિવારે સર્તકર્તા રાખવી જોઇએ. જયારે બાળક ઇન્ટરનેટનો ઉપયોગ કરતુ હોય ત્યારે કોઇ સાથે રહે અથવા આવતું જતુ રહે. બાળક જીદ્દી થવા લાગે તો મનોચીકીત્સકનો સંપર્ક કરવો જોઇએ અથવા અન્ય કોઇ રીતે સમજાવું જોઇએ. ઇન્ટરનેટ ઉપર ઘણી સામગ્રી એડીકટ કરે છે. જે માટે બાળક કોઇ પણ હદ સુધી જઇ શકે છે. બાળકના વ્યવહારમાં નકારાત્મકતા આવે તો ગડબડ હોય શકે છે. જયારે બાળક મોબાઇલનો ઉપયોગ કરતો હોય ત્યારે તેના વ્યવહાર અને હાવભાવ ઉપર નજર રાખવી જોઇએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews