ધોરાજીનાં વોર્ડ નં.પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો ઉપર ભુગર્ભ ગટરનું ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી છલકાતાં રહે છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજ વિસ્તારમાં વિવિધ ધાર્મિક સ્થળો આવેલ હોય જેથી આ દુર્ગંધયુકત ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિક લોકોની લાગણી દુભાય રહી છે. આ મામલે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી. જેથી આજરોજ આ વિસ્તારમાં રહેતા રહીશ મહીલાઓ અને પુરૂષો દ્વારા તંત્રને જગાડવા માટે અને વિરોધ પ્રગટ કરવા માટે પોતે સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી. શેરીમાં જાત મહેનત કરી ભુગર્ભ ગટરનું પાણી ભરાયેલાં હોય તેની સફાઈ કરી હતી અને તંત્ર પરત્વે રોષ વ્યકત કર્યો હતો. ધોરાજી શહેરમાં અવારનવાર ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં જોડાઈ જવાના બનાવો બની રહ્યા છે અને શહેરમાં સફાઈ કામગીરી નબળી થતી હોવાની અનેક લોક ફરિયાદો ઉઠી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews