ધોરાજી શહેરની આદર્શ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યા

ધોરાજી આદર્શ સ્કુલનાં સમર્થ વિપુલભાઇ ઠુંમર, યથાર્થ ચેતનભાઇ બારોટ તથા હર્ષ તેજસભાઈ પરમારે આદર્શ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં મિલનભાઈ વાગડીયાના માર્ગદર્શન નીચે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. ગુજરાત સરકાર તરફથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે ખેલ મહાકુંભમાં સતત ત્રણ વખત આદર્શ સ્કૂલ ની ટીમ ચેમ્પિયન રહી જે ટીમમાં આ બાળકો હતા એટલે કે હરીફાઈ સાથેની રમતની તેમને અનુભવ થયો ત્યારબાદ ખૂબ જ અથાગ પ્રયત્નો રોજની લગભગ ચાર કલાકની એક્સરસાઇઝ કરી અને જુદીજુદી ટેકનિકથી શરીરને કેળવી ત્રણેય બાળકો ઊંઝા ખાતે વર્લ્ડ મેચ્યોર કબડ્ડી ફેડરેશન ના કેમ્પમાં ભાગ લેવા ગયેલા અને ત્યાંથી તેમનું સિલેક્શન થતાં વિશેષ રમત માટે તેમને રાજસ્થાન ખાતે આમંત્રણ આપવામાં આવેલ હતું. રાજસ્થાન જયપુર જવાનું હોય ત્રણેય બાળકોના પરિવારજનો એ ખૂબ સુંદર આયોજન કરી અને વ્યવસ્થા કરેલ વિપુલભાઈ ઠુંમર તથા ચેતનભાઈ બારોટ અને તેજસભાઈ પરમારનો સેવાભાવી સ્વભાવ છે. આ ત્રણેય બાળકોને ૧૭/૧૯ વય જુથની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ગોલ્ડ મેડલ આપવામાં આવેલ છે. હજુ પણ આગળ વધવા માટે ત્રણે ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે એટલે હવે એ દિવસ દૂર નથી કે આપણે ટીવીમાં જે મેચ જોઈએ છીએ તેમાં આપણા ધોરાજીના ખેલાડીઓને જોઈ શકીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!