ગિરનાર રોપ-વેની ટિકીટના ઉંચા ભાવના મુદ્દે રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને આવેદન અપાયું છે. આ અંગે રાજપુત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, ટિકીટના ભાવ અત્યંત વધારે છે જે સામાન્ય લોકોન્ ો પરવડે તેમ નથી. ત્યારે ભાવ ઘટાડવા અંગે તત્કાલ નિર્ણય કરવો જાેઈએ. જાે ૮ દિવસમાં
રોપ-વેની ટિકીટના ભાવ નહીં ઘટે તો ગુજરાતના તમામ જીલ્લામાં આવેદન અપાશે. જયારે જરૂર પડયે ભારતભરમાં જન આંદોલન કરવાની પણ ફરજ પડશે. ભાવના મુદ્દે સરકારને પણ દરમ્યાનગીરી કરવા જણાવાયું છે. ભાવ ઘટાડવા ઉપરાંત ભારતભરમાંથી આવતા સાધુ, સંતોને રોપ-વેમાં ફ્રિ પાસ ઈશ્યુ કરવા માંગ કરી છે. જયારે ભગતસિંહ ક્રાંતિદળના આઝાદ જાદવે રોપ-વેની ટિકીટના ભાવ ઘટાડવા રજૂઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews