ટુરીઝમ ક્ષેત્રે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને સોમનાથ અતિ મહત્વના સ્થળો છે અને દિવસે – દિવસે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. જયારે જૂનાગઢ અને સોમનાથને સાકળતી લાંબા અંતરની ટ્રેન સેવાને વધારવા માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢનાં જાગૃત નાગરીક અમૃતભાઈ દેસાઈએ સંબંધિત વિભાગને એક પત્ર પાઠવી અને સોમનાથ અને ગિરનાર પ્રત્યે ઓરમાયંુ વર્તન દાખવવામાં આવતું હોવાની લાગણી વ્યકત કરી અને ભાવનગર પશ્ચિમ રેલવે વિભાગ સમક્ષ ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી છે. આ પત્રમાં જણાવેલ છે કે, રેલ મંત્રાલય દ્વારા ઓખાથી ઘણી ટ્રેનો શરૂ કરી દીધી છે પરંતુ સોમનાથથી એક માત્ર જબલપુર જ ટ્રેન શરૂ કરી છે. મંુબઈ અને અમદાવાદની તેમજ ઈન્દોર, પુના અને ત્રિવેન્દ્રમની ટ્રેન હંમેશા માટે રદ કરી દેવામાં આવે તેવું લાગી રહયું છે. મુંબઈ તથા દિલ્હી તથા દક્ષિણના રાજયોમાં જવા કોઈ ટ્રેન અપાતી નથી. અમદાવાદ-સોમનાથ ડાયરેકટ ટ્રેન શરૂ કરવા માંગણી ઉઠી છે. વિશેષમાં સોમનાથ અને જૂનાગઢ એવા ક્ષેત્રો છે કે જે ટુરીઝમ આધ્યાત્મિકતાની દ્રષ્ટીએ ખુબજ મહત્વના છે અને તેને લાંબા અંતરની ટ્રેનો સાથે સાંકળી લેવા ખુબજ જરૂરી છે. આ બાબતે પ્રજાના પ્રતિનિધીઓ અથવા તો ભાવનગર પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા નિયુકત કરવામાં આવેલા પ્રતિનિધીઓ દ્વારા અસરકારક રજુઆત કરવામાં આવી જાેઈએ અને તોજ જૂનાગઢનો અવાજ રેલવે વિભાગ સુધી પહોંચશે. તેથી આ બાબતે યોગ્ય કરવાની લાગણી વ્યકત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews