વર્ષ ૨૦૨૧માં ૪ જાહેર રજા રવિવારે હોવાથી ફકત ૨૨ રજાનો જ લાભ

0

ગુજરાત સરકારે વર્ષ-૨૦૨૧ની જાહેર અને મરજિયાત રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ લીસ્ટ મુજબ સરકારી કર્મચારીઓની જાહેર રજાઓમાં રવિવારના કારણે ૪ રજાઓ કપાઈ જશે. સરકારી કર્મચારીઓ માટે કુલ ૨૬ જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે જેમાંથી ૨૨ રજાઓ ભોગવવા મળશે. આ સિવાય મહાવીર જન્મ કલ્યાણક, સ્વતંત્ર્ય દિન, રક્ષાબંધન અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન રવિવારના રોજ હોવાથી આ ૪ જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી. વર્ષ દરમ્યાન કુલ ૮ રવિવાર સિવાય ૪૪ મરજિયાત રજાઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મરજિયાત રજાઓમાં સરકારી કર્મચારીઓ વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકે છે. આવતાં ૨૦૨૧ના વર્ષમાં દિવાળીનો તહેવાર આ વર્ષની સરખામણીએ ૧૦ દિવસ મોડો આવશે. આ વખતે દિવાળી ૧૪મી નવેમ્બરના રોજ છે, જયારે આવતાં વર્ષે ૪થી નવેમ્બરે દિવાળી હોવાનું સરકારે જાહેર કર્યું છે. એવી જ રીતે જન્માષ્ટમી પણ ૧૮ દિવસ મોડી છે. ચાલું વર્ષે જન્માષ્ટમી ૧૨ ઓગષ્ટે હતી જે આવતાં વર્ષે ૩૦મી ઓગષ્ટે છે. જયારે બકરી ઈદ ૧૦ દિવસ વહેલી હશે. ચાલું વર્ષે બકરી ઈદ ૧ ઓગષ્ટે હતી જયારે આવતા વર્ષે ૨૧મી જુલાઈએ છે. બેંકના કર્મચારીઓને કુલ ૨૧ જાહેર રજાઓ ભોગવવાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૫ રજા રવિવારે આવતી હોવાથી જાહેર રજાઓની લીસ્ટમાં સામેલ કરવામાં આવી નથી. જેથી બેંકના કર્મચારીઓને કુલ ૧૬ રજાઓ ભોગવવા મળશે. બેંક કર્મીઓને પાંચમી નાતાલની રજાને જાહેર રજામાં એટલા માટે સામેલ કરવામાં આવી નથી કે, આ રજા શનિવારે આવે છે અને તે ચોથો શનિવાર હોવાથી બેંકમાં આમ પણ રજા જ હોય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!