જૂનાગઢ જિલ્લાના તમામ ઈપીએફ-૯પ સંકલિત પેન્શનરોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતી ખરાઈ માટે જિલ્લા ભવિષ્યનિધિ ઓફીસ કચેરી ખાતે જઈને હયાતી ખરાઈ કરવાની જાેગવાઈમાં હવે ફેરફાર કરીને પેન્શનરોને હયાતી ખરાઈ માટે જિલ્લા કચેરીએ જવાની જરૂર નથી. પેન્શનરોને જીલ્લાની એપૃવડ બેંકમાં જ હયાતી ખરાઈની સવલત આપવામાં આવતી હોવાથી જૂનાગઢ જિલ્લાના કોઈપણ પેન્શનરોને ચિતાખાના ચોક ખાતેની કચેરીએ ન જવું અને સંબંધિત બેંકમાં જ પીપીઓ નંબર, પાસબુક, આધારકાર્ડ, મોબાઈલ ફોન સાથે હયાતી ખરાઈ ફોર્મ કરાવી લેવા ઈપીએફ કચીરીની યાદીમાં જણાવાયું હોવાનું મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવેલ છે.
દરમ્યાન વયસ્ક પેન્શનરોની સાથે વાતચીતમાં બેંકમાં ભારે લાઈન લાગતી હોય અને કોરોનાને લીધે વિલંબ પણ થતો હોવાથી વડીલોને તકલીફ ભોગવવી પડે છે. ત્યારે જૂનાગઢ ઈપીએફ ઓફિસમાં હયાતી ખરાઈની સુવિધા હોય દરરોજ ૧૦ વ્યક્તિને ખરાઈ માટે બોલાવવામાં આવે તો પેન્શનરોની ભીડ ન થાય. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃધ્ધ પેન્શનરોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી પેન્શનરોમાંથી લાગણી સાથેની માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews