કીંદરવા ગામની યુવતીને ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

પ્રભાસપાટણ તાબાના કીંદરવા ગામે રહેતી યુવતીને તેના પિતા તથા ભાઇને મારી નાંખવાની ધમકી આપી ગામનો જ એક શખ્સ અપહરણ કરી રાજકોટ, ઉદયપુર સહીતના સ્થળોએ લઇ જઇ દુષ્કર્મ કરી ખોટી સહી કરાવી લગ્ન નોંધણી તથા છુટાછેડા લેવડાવેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે જૂનાગઢના એક શખ્સ સહીત છ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કીંદરવા ગામે રહેતી યુવતીને નારણ મસરીભાઇ ચાવડા નામના ગામના જ શખ્સે આજથી છએક માસ પહેલા યુવતીના પિતા તથા તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી અપહરણ કરી રાજકોટ, ઉદયપુર સહીતના અન્ય જગ્યાએ લઇ જઇ યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી યુવતીની ખોટી સહી કરાવી લગ્ન નોંધણી તથા છુટાછેડા લેવડાવેલ હોવાની હકીકત યુવતીએ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાવેલ છે. ઉપરોકત બનાવમાં યુવતીએ કીંદરવા ગામના (૧) નારણ મસરીભાઇ ચાવડા (ર) અરજણ મસરીભાઇ ચાવડા (૩) કલ્પેશ નાથાભાઇ ચાવડા (૪) વિજય કાળાભાઇ ઝાલા (પ) લાખાભાઇ વિરાભાઇ ખેર તથા (૬) બાબુ રામભાઇ ચાવડા (રહે.જૂનાગઢવાળા)ની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૬પ, ૩૭૬(ર) એન., ૩પ૪, પ૦૬(ર), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩, ર(પ) તથા ૩(૧) આર મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!