વ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢના યુવાનનો આપઘાતનો પ્રયાસ

જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રાજ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ યોગેશભાઇ પુરોહિત (ઉ.વ.રપ) એ શીતળા કુંડ પાસે રહેતા દેવલ પરમાર, અનિલ પરમાર, મધુરમનાં રાજુ ચનાભાઇ રબારી, ગાંધીગ્રામનાં નિલેશ મોરી અને હિતેશ મોરી પાસેથી અલગ અલગ રીતે વ્યાજે નાણાં લીધા હતાં.પરંતુ આ વ્યાજખોરોએ વધારે વ્યાજ માંગી અને ફોન પર ધમકી આપી ત્રાસ ગુજારતા મિતેશ પુરોહિતે ગઇકાલે શહીદ પાર્કના બાથરૂમ પાસે મરી જવા માટે ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવેલ. આ અંગે બી-ડીવીઝનના પીએસઆઇ એ.કે. પરમારે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!