જૂનાગઢના ગ્રોફેડ મીલ પાસેથી દેશી બનાવટનાં બે તમંચા અને જીવતા કાર્ટીસ સહિતના મુદામાલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘની સુચનાથી અને જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટીનાં માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા અને સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે વોચ ગોઠવતા મારામારીનાં ગુનામાં સંડોવાયેલા લખુભાઈ બધાભાઈ કટારા રહે.ભોળા ધોરાજીવાળાને ગ્રોફેડ મીલ પાસેથી ફાટક નજીકથી ઝડપી લઈ તેની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા બે તથા ચાર જીવતા કાર્ટીસ અને એક ફુટેલ કાર્ટીસ સહિત રૂા.૧૦૪૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. મારામારીના ગુનામાં સંડોવાયેલા અને ભારે ગુનો કરવાની ફીરાકમાં રહેલા શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!