બીએસએફનાં ડાયરેકટર રાકેશ અસ્થાનાએ કચ્છ બોર્ડર, હરામીનાળાની તથા સંવેદનશીલ સરહદની મુલાકાત લીધી


બીએસએફનાં ડાયરેકટર રાકેશ અસ્થાનાએ તાજેતરમાં કચ્છ બોર્ડર અને હરામીનાળાની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાંથી પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ઘુસણઘોરી થતી હોય તેને અટકાવવા માટે અને સુરક્ષા વધારવા માટે બીએસએફ ડાયરેકટરની આ મુલાકાત અતી મહત્વની બની રહી છે. કચ્છ બોર્ડર અને હરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી બોટો મળી આવી છે. આ ઉપરાંત અવાર-નવાર બિનવારસી ડ્રગનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં ગાંજાે, ચરસ સહિતનાં કેફી પર્દાથનાં પેકેટો પકડાતા રહે છે. ત્યારે કચ્છ બોર્ડરની સુરક્ષાને વધુ સંગીન બનાવવા માટે અહીયા વધુ ચોકીઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. ડાયરેકટર રાકેશ અસ્થાનાએ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજીને ચર્ચા-વિચારણા કરી હતી. જખોૈ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનમાંથી મરીન એજન્સી દ્વારા અવાર-નવાર ફીશીગ બોટો અને માછીમારોનાં અપહરણ કરી લેવામાં આવે છે ત્યારે પાકિસ્તાનની આ નાપાક હરકતોને નિયંત્રણમાં લેવા અને ઘુસણઘોરીને અટકાવવા માટે વધુ સુરક્ષા ચોકી ઉભી કરવામાં આવી છે. ઉપરાંત જખૌ બંદર ઉપર લશ્કરી નૌકા નેવી સ્ટેશન બને તે માટે પણ અહેવાલ આર્મી હેડકવાર્ટરને તૈયાર કરીને સોંપવામાં આવશે જેથી પાકિસ્તાની સરહદે વારંવાર થતી ઘુસણખોરી અટકાવી શકાય. બીએસએફને ચોંકના રહી પેટ્રોલીંગ કરવા અને પાકિસ્તાનનાં વિવિધ પેતરા સામે સાવધ રહેવા શિખ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!