દિવાળીના તહેવારોને લઈ જૂનાગઢ શહેરની મુખ્ય બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

જૂનાગઢ શહેરની મુખ્ય બજારોમાં દિવાળીના તહેવારોને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક,માંગનાથ, માલીવાડા, દિવાન ચોક વગેરે વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. એ ડિવિઝન પોલીસ દ્વારા માઈક દ્વારા ભીડભાડ ન કરવા,સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક ફરજીયાત પહેરવા જણાવાયું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફિક પોલીસના પીએસઆઇ દેસાઈ,એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી અને સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

error: Content is protected !!