કોરોનાના અનલોકમાં વેપાર-ઉદ્યોગ ધબકતા કરવા સાથે વાહન વ્યવહાર શરૂ કરવા અનેક છુટછાટોની કેન્દ્ર અને રાજય સરકારે જાહેરાતો કરી છે. આવા સમયે સૌરાષ્ટ્રનાં ત્રણ જીલ્લાઓ કે જેના વેપારીઓ, ઉદ્યોગકારો, નોકરીયાતો માટે જરૂરી એવી લાંબા અંતરની ટ્રેનો સોમનાથથી શરૂ ન કરી રેલ વિભાગ અન્યાય કરતુ હોવાની લાગણી સૌરાષ્ટ્રવાસીઓ અનુભવી રહયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માટે કાયમી જરૂરી રહેતી એવી અમદાવાદ-મુંબઇની એક પણ ટ્રેન સોમનાથથી શરૂ ન થઇ હોવાથી સૌરાષ્ટ્રના તમામ પ્રવાસનો સ્થળોએ યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવાળી-નવા વર્ષના તહેવાર પૂર્વે સોમનાથથી અમદાવાદ (સવાર-રાત્રી)ની બે અને મુંબઇની એક ડેઇલી એકસપ્રેસ ટ્રેન શરૂ કરવા અંગે સ્થાનીક લોકો અને વેપારી વર્ગમાંથી માંગ ઉઠી છે.
સૌરાષ્ટ્નાં પ્રખ્યાત એવા સોમનાથ, જૂનાગઢથી લાંબા અંતરની એકપણ ટ્રેન શરૂ ન કરી હોવાથી લોકોમાં રેલ વિભાગ અને સ્થાનીક નેતાઓ સામે નારાજગીની લાગણી જોવા મળી રહી છે. હાલ સોમનાથથી જબલપુર એક જ ડેઇલી ટ્રેન શરૂ કરાય છે. જયારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જીલ્લાના શહેરો માટે કાયમી જરૂરીયાત રહેતી એવી અમદાવાદ અને મુંબઇની એક પણ ડેઇલી ટ્રેન શરૂ કરી ન હોવાથી વેપારીઓ અને નોકરીયાતોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. તાજેતરમાં રેલ વિભાગે ઓખા-મુંબઇ (સૌરાષ્ટ્રી મેઇલ) ડેઇલી ટ્રેન શરૂ કરી પરંતુ આ ટ્રેનમાં સૌરાષ્ટ્રવાસીઓની કાયમી જરૂરીયાત મુજબ કોરોના અગાઉ સોમનાથથી ઉપડતી ટ્રેનના દસ ડબ્બાા રાજકોટથી જોડી દઇ મુંબઇની ટ્રેનનો લાભ અપાતો તે હાલ શરૂ કરાયેલ ટ્રેનમાં ન જોડવાનો રેલ વિભાગે ર્નિણય કરી સૌરાષ્ટ્રવાસીઓને અન્યાય કર્યો છે. આ વેરાવળ-રાજકોટ-મુંબઇ (સૌરાષ્ટ્રસ મેઇલ) ડેઇલી લીંક ટ્રેનના અન્યાય મુદે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટ સહિત અનેક વેપારી-સામાજીક આગેવાનોએ રેલ વિભાગને લેખીત-મૌખીક રજુઆતો કરી સત્વરે ટ્રેન શરૂ કરવા માંગણી કરી હોવા છતાં હજુ સુધી ટ્રેન શરૂ ન કરવામાં આવી હોવાથી લોકોમાં નારાજગી પ્રસરી રહી છે.
જો કે આ ટ્રેન શરૂ ન થવાના કારણે સૌરાષ્ટ્રના સોમનાથ, સાસણ, દિવ, જૂનાગઢ, ખોડલધામ, વિરપુર જેવા પ્રખ્યાત ફરવાલાયક સ્થળોએ બહારના પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. જેના કારણે ફરવાલાયક સ્થળોએ વિકસેલા હોટલો સહિતના સ્થાનીક વેપાર-ધંધામાં ભારે મંદીનો માહોલ જોવા મળે છે. જો સોમનાથથી મુંબઇ, અમદાવાદ (સવાર-સાંજ)ની ડેઇલી ટ્રેન શરૂ નહીં થાય તો આગામી દિવાળીના તહેવારો સૌરાષ્ટ્રના ત્રણેય જીલ્લાના લોકો, વેપારીઓ માટે હોળી સર્જશે તેવી શંકા વેપારીઓ વ્યકત કરી રહયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના હજારો લોકો અમદાવાદ ખાતે નોકરી કરતા હોય જેઓ તહેવારો સમયે ટ્રેનોમાં જ પોતાના વતન ફરતા હોય છે. જેના માટે પણ ટ્રેનની ઉપલબ્ધતા જરૂરી હોવાનું લોકો જણાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews