જૂનાગઢનું કોર્પોરેશન એટલે પ્રજાની ફરિયાદ ન સાંભળનાર મોટુ બખડજંતર

0

તાજેતરમાં જૂનાગઢમાં મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ મળ્યું હતું આ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ભરતી પ્રક્રિયા માટેનાં વિશેષ નિયમો મંજુર કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ નિયમોની અમલવારી થાય તે પહેલા તો ભારે વિવાદ ઉઠવા પામેલ છે. અને ખાસ કરીને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ તો એવો આક્ષેપ કર્યો છે કે, પોતાનાં મળતીયાઓને મહત્વની જગ્યાઓ ઉપર ગોઠવવા માટે અગાઉના કમિશ્નર દ્વારા બનાવેલા નિયમો ફગાવી નવા ઘડી જુના નિયમોનો ઘડો લાડવો થયો હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી અને બઢતી માટેનાં નિયમો બનાવવામાં આવેલ છે. પરંતુ આ નિયમમાં યોગ્ય નિતીમતાનું ધોરણ ન રહયું હોય તેવી ફરિયાદો પણ ઉઠી છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગની જગ્યાઓ ઉપર લાયકાત વિનાના અધિકારી, કર્મચારી તેમજ ઘણી વખત તો ઈન્ચાર્જ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે અને જેના કારણે ભારે વિવાદો ઉઠી રહયા છે. જૂનાગઢ શહેરમાં જાે સૌથી વધુ કોઈનું અહિત કર્યુ હોય તો તે છે નગરપાલિકા અને મહાનગરપાલિકાનાં કથિત કોર્પોરેટરો તેમજ લાયકાત વિનાના જવાબદાર પોસ્ટ ઉપર નિયુકત થયેલા બેજવાબદાર અધિકારીઓએ ખીસ્સા ભરવા સિવાય કર્યુ જ નથી. અનેક પ્રકારનાં કૌભાંડોની તપાસની સુરસુરીયા પણ થયાં છે. મહાનગરપાલિકામાં ભરતી અંગેના અગાઉના નિયમોને જડમુળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને લાગવગીયાનાં લાભાર્થે ભરતી નિયમો હળવા થયાં છે. તત્કાલીન કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યાં હતાં તેમાં ભારે ફેરફાર કરી નાંખવામાં આવ્યા છે. દરમ્યાન મહાનગરપાલિકામાં પુરતા કર્મચારીઓ હોય તો પણ મુશ્કેલી ન હોય તો પણ પ્રજાને ફરીયાદો રહેલી છે. સેટઅપ પ્રમાણે અને કડક નિયમોથી ભરતી માટેની કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રજામાંથી માંગણી ઉઠી છે. તેને બદલે ફુલડીમાં ગોળ ભાંગવા ભરતી પ્રક્રિયાનાં નિયમોને બદલાવી નાંખ્યા છે અને તેમાં લાગવગીયાને ભરતી કરવા માટેનું કૌભાંડ થયું હોવાનું ચર્ચાય છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકામાં વ્યાપક બનેલા કથિત ભ્રષ્ટાચારને જાે દુર કરવો હોય અને પારદર્શક વહીવટ લાવવો હોય તો વર્ષોથી સ્થાયી થયેલા કર્મચારીઓની અન્ય કોર્પોરેશનમાં બદલી થાય તેવા નિયમો બનાવવા જરૂરી છે. તેમજ કોર્પોરેશન તંત્રમાં પણ દર બે વર્ષે બદલીનો રોટેશન થવું જાેઈએ. તથા જીપીએસસી કવોલીફાઈ ઉમેદવારોની ભરતી થવી જાેઈએ તેવી પ્રજામાંથી માંગણી ઉઠી છે. અને તો જ સુચારૂ વહીવટ થઈ શકે.ગમે ત્યારે કપડા બદલે તેમ નિયમો બદલાવી પોતાના મળતીયાની ભરતી પ્રકરણ પ્રશ્ને પ્રજા હવે ચુપ નહીં રહે તેમ એક નાગરીકે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!