ગિરનાર રોપ-વેનો વિધિવત પ્રારંભ ગત તા. ર૪ ઓકટો.નાં રોજ થયા બાદ આજે ૧૦ દિવસ સુધીમાં ઉષા બ્રેકો કાું.ને અંદાજે રૂા. પ૦ લાખની અંદાજીત આવક થઈ છે. જાે કે ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો પરંતુ આંતર માળખાકીય સુવિધાઓનો સતત અભાવ હોવાથી પર્યટકોને ગિરનાર પહોંચવામાં અને અંબાજી ઉપર એકથી બે કલાક સુધી રોકાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હાલ દિવાળીનાં તહેવાર નજીક હોય અને કંપની દ્વારા ૧ નવેમ્બરથી ઓનલાઈન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું હોય પર્યટકોનો ઘસારો વધુ પ્રમાણમાં જાેવા મળશે ત્યારે જૂનાગઢ શહેરનાં રસ્તાઓ પણ હજુ ખરાબ હોય દિવાળી પહેલા સારી રીતે નવા બની જાય એ જરૂરી છે. અત્યારે હજુ સુધી જૂનાગઢ શહેરનાં ધોરીસમાન ગણાતા રસ્તા ખાડા-ખબડાવાળા છે દિવાળી ઉપર બનશે તેવી જૂનાગઢ મનપા તંત્રએ ખાત્રી આપી હોવા છતાં તેની કોઈ હલચલ શહેરમાં હજુ સુધી દેખાતી નથી. ફકત ગેરંટીવાળા એકાદ રસ્તા ઉપર ડામર પથરાયો છે.
દિવાળીનાં પર્વ માટે હવે માત્ર ૧પ દિવસ બાકી છે, પરંતુ જૂનાગઢનાં મુખ્ય રસ્તાનાં ઠેકાણા નથી. કાળવા, એમ.જી. રોડ, ગાંધીચોકથી સાબલપુર ચોકડી, સરદારબાગથી ગાંધી રોડ, મજેવડી દરવાજાથી સ્મશાન સુધી, જવાહર રોડ, કોલેજ રોડથી રાયજીબાગનાં રસ્તા પ્રશ્ને કામગીરી શરૂ થઈ નથી.
ગિરનાર રોપ-વે જવા માટે જટાશંકરની જગ્યા ખાતે કંપનીની ઓફીસ શરૂ કરાઈ છે. પરંતુ અહીંયા પણ ટોઈલેટ, પીવાનું પાણી, બેઠક સહીતની સુવિધાઓ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આજ રીતે અંબાજી ટુંક ઉપર પણ ટોઈલેટ, પીવાનું પાણી, બેઠક સહીતની લાંબા દુરબીનથી શહેર અને ગિરનારની પર્વતની ગિરમાળા જાેઈ શકાય તેવી કોઈપણ સુવિધાઓ કરાઈ નથી. તેમજ વાહન પાર્કની કોઈ વ્યવસ્થા નથી. કમાય રોપ-વે કાું. અને ટ્રાફીક નિયમન સરકારી તંત્ર કરે વાહ.. વહીવટ વાહ.. તેવું લોકો કહી રહયા છે. જેમ જેમ રોપ-વે પ્રચાર-પ્રસાર થતો જશે તેમ ગુજરાત રાજય ઉપરાંત અન્ય રાજયોનાં પ્રવાસીઓને અને વિદેશનાં પર્યટકોનો પણ ઘસારો શરૂ થઈ જશે ત્યારે ગિરનાર રોપ-વેનો પર્યટકો સહેલાઈથી અને સુવિધાજનક રીતે આનંદ માણી શકે એ માટે તમામ પ્રકારની આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર, વહીવટી તંત્ર, મનપા તંત્ર અને ઉષા બ્રેકો કાું. દ્વારા યોગ્ય સંકલન સાથે આયોજન કરવું જાેઈએ અને આ આંતરમાળખાકીય કામગીરી ઝડપથી પુરી થાય તો પર્યટકોને કોઈપણ પ્રકારની અગવડતા ન રહે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews