ખંભાળિયા નગરપાલિકાની અંતિમ સામાન્યસભા વિપક્ષી સભ્યના દેકારા વચ્ચે સંપન્ન

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવતઃ અંતિમ સામાન્ય સભા બુધવારે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિપક્ષી સભ્યના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથેના દેકારા વચ્ચે આ સામાન્યસભા સંપન્ન થઇ હતી. ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોર્ડની એજન્ડા નંબર ૧૪ની આ સામાન્ય સભા બુધવારે સાંજે ચાર વાગ્યે નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની સંભવતઃ આ સામાન્ય સભામાં ૨૮ પૈકી કુલ ૨૩ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં કમલબેન હમીરભાઈ કટારીયા નામના એક કોંગી મહિલા સદસ્યાનો રજા રીપોર્ટ મળ્યો હતો. જ્યારે પૂર્વ વિપક્ષી નેતા અને વારંવાર નિવેદન આપતા કોંગ્રેસના સભ્ય પાલિકા કચેરી વિસ્તારમાં હોવા છતાં ચોક્કસ કારણસર ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના જલ્પાબેન રાજ્યગુરૂ, ર્નિમળાબેન દત્તાણી તથા યાસીનભાઈ થૈયમ પણ ગેરહાજર રહ્યા હતા. આમ, વર્તમાન બોર્ડની સંભવતઃ અંતિમ એવી આ સામાન્ય સભામાં એજન્ડાના ૩૧ પૈકી ૩૦ ઠરાવ તથા પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા બે મળી કુલ ૩૨ ઠરાવો પસાર થયા હતા. આ સમગ્ર કાર્યવાહી નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી જેની ફોટોગ્રાફી પણ કરાઈ હતી. આ ઉપરાંત સ્મશાન પાસે પ્રાર્થનાહોલ બનાવવાનો ઠરાવ રદ કરવા વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!