ખંભાળિયામાં સ્મશાન વિસ્તારમાં પ્રાર્થનાહોલ બનાવવા માટે નગરપાલિકાની તજવીજનો વિરોધ થઈ રહ્યો છે. જેના અનુસંધાને અહીંના અગ્રણી દ્વારા હાથ ધરાયેલા આંદોલનના બુધવારે ૪૪માં દિવસે બપોરે ચાર વાગ્યે નગરપાલિકાના જનરલ બોર્ડના સમયે આત્મવિલોપન કરવાની જાહેરાત બાદ તેમના આ પગલાને પોલીસ તંત્રએ નિષ્ફળ બનાવી અટકાયતી પગલા લીધા હતા. ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાન પરીસરમાં આશરે રૂપિયા ૯૦ લાખના ખર્ચે પ્રાર્થનાહોલ બનાવવા માટે નગરપાલિકા દ્વારા આજથી આશરે અઢી વર્ષ પૂર્વે જનરલ બોર્ડમાં ઠરાવ થયા બાદ આ માટેની તજવીજ હાથ ધરાઈ હતી. આ મુદ્દાને અયોગ્ય ગણાવી અહીંના અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા છેલ્લા ૪૪ દિવસથી નગરપાલિકા કચેરી સામે છાવણી નાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જનરલ બોર્ડની બેઠક સમયે ગત સાંજે સવા ચારેક વાગ્યે નટુભાઈ ગણાત્રા નગરપાલીકા કચેરી સામે છાવણી ખાતે કેરોસીનના ડબ્બા સાથે પહોંચ્યા હતા. આ સ્થળે તેમના દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તેઓ કેરોસીન કરેલું ડબલું પોતાના શરીર ઉપર ઠાલવી દીધું હતું અને દિવાસળી ચાંપે તે પહેલા અહીંના પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ દ્વારા તેમને અટકાવી લઈ અને તેમની અટકાયત કરી હતી. મોડી સાંજે જમીન ઉપર છૂટયા બાદ નટુભાઈ ગણાત્રા દ્વારા તેમનું આ આંદોલન જ્યાં સુધી પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ચાલું જ રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews